Ahmedabad: પાકના નુકસાનનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા કોંગ્રેસે કરી માગ

Ahmedabad: ગુજરાત સરકારે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે, કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જો કોવિડ-19 રોગચાળા દરમિયાન માસ્ક ન પહેરનાર અપરાધીઓને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરી શકાતો હોય અને અમદાવાદમાં આઈસીસી વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન 1,200 ડ્રોનનો ઉપયોગ શો માટે થઈ શકે, તો સરકાર શા માટે પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે ડ્રોનનો ઉપયોગ ન કરી શકે?

use drones to survey crop damage

મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઘણા ખેડૂતોને હજુ પણ બિપોરજોય ચક્રવાત દરમિયાન પાકના નુકસાન માટે વળતર મળ્યું નથી. તે દર્શાવે છે કે, રાજ્ય સરકારને ખેડૂતોની સુખાકારીમાં રસ નથી.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થતા કમોસમી વરસાદને કારણે ગુજરાતના ભાગોમાં 14 લોકોના મોત થયા, ફ્લાઈટ ડાયવર્ઝન અને વિલંબ થયો હતો. સૌથી વધુ મોત દાહોદમાં થયા છે, ત્યાર બાદ ભરૂચ અને તાપીનો નંબર આવે છે. ઘણા જિલ્લાઓમાં પાકનો નાશ થયો છે. સંપત્તિને નુકસાન થયું છે અને 40 પ્રાણીઓ માર્યા ગયા હતા.

નોંધનીય બાબત છે કે, સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સુરત શહેર, ઉમરપાડા, નડિયાદ અને કુકરમુંડાનો ક્રમ આવે છે. એકંદરે 15 તાલુકાઓમાં 50mm થી વધુ અને 50 તાલુકાઓમાં 25mm થી 50mm વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X