Ahmedabad: એસ્સાર કરશે રૂપિયા 55,000 કરોડનું રોકાણ, ગુજરાત સરકાર સાથે કર્યા 3 MOU
Ahmedabad, Essar: એસ્સાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂપિયા 55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલનો હેતુ 10,000 થી વધુ નોકરીની તકો ઊભી કરવાનો છે.
MOU પર હસ્તાક્ષર કરવા પર, એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઈયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એસ્સારના વ્યૂહાત્મક રોકાણોમાં સતત મોખરે રહ્યું છે. ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રૂપિયા 55,000 કરોડના વધારાના રોકાણ સાથે રાજ્યની આર્થિક પ્રગતિમાં વધુ યોગદાન આપવા બદલ અમને આનંદ થાય છે.

એનર્જી ટ્રાન્ઝિશનમાં રોકાણ: એસ્સારે 1 ગીગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વિકસાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલમાં અંદાજે રૂપિયા 30,000 કરોડનું રોકાણ સામેલ છે.
પાવર જનરેશન સેક્ટરમાં રોકાણ: એસ્સાર પાવર દ્વારા તેના સલાયા પાવર પ્લાન્ટમાં બીજા તબક્કાના વિસ્તરણ માટે રૂપિયા 16,000 કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી છે.
પોર્ટ સેક્ટરમાં રોકાણ: એસ્સાર પોર્ટ્સ તેના સલાયા પોર્ટને લોજિસ્ટિક્સ હબમાં રૂપાંતરિત કરવા માટે રૂપિયા 10,000 કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દાયકામાં એસ્સાર દ્વારા ગુજરાતમાં એનર્જી, મેટલ્સ અને માઈનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂપિયા 1 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
