અમદાવાદમાં પનીરના નામે ઝેર, શહેરની 10 જાણીતી હોટલોમાં નકલી પનીર પકડાયું
અમદાવાદમાં ખાણીપીણીના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં શહેરની જાણીતી હોટલોમાં નકલી પનીરનો મોટો ખુલાસો થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે બાતમીના આધારે શહેરની 10 નામાંકિત હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.

આ કામગીરી દરમિયાન પનીરના લેવાયેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ એટલે કે નિમ્ન ગુણવત્તાના જણાતા તંત્ર દ્વારા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
એએમસીએ આ હોટલો પાસેથી કુલ 97 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે અને આશરે 173 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.
ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં કરવામાં આવેલી વિવિધ તપાસમાં અત્યાર સુધી કુલ 6.72 લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે.
માત્ર પનીર જ નહીં, પરંતુ અન્ય અખાદ્ય ચીજવસ્તુઓ બાબતે પણ તંત્રએ લાલ આંખ કરતા શહેરના ખાદ્ય વ્યવસાયકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
તંત્રની આ કડક ઝુંબેશને કારણે હવે હોટલ સંચાલકોએ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા ભારે પડી શકે તેમ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
