અમદાવાદમાં મેકડોનાલ્ડ્સ અને ક્રિષ્ના ડેરી સીલ કરાઈ, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
અમદાવાદના આરોગ્ય વિભાગે શહેરમાં સ્વચ્છતા ન જાળવનાર ખાદ્ય એકમો સામે મોટી કાર્યવાહી કરી છે.
મહાનગરપાલિકા (AMC)ના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી અચાનક તપાસમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સ અને ગોતામાં આવેલી ક્રિષ્ના ડેરીમાં ગંભીર અસ્વચ્છતા અને અનહાઈજેનિક પરિસ્થિતિઓ જોવા મળતાં બંને સ્થળોને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.

AMC દ્વારા શહેરીજનોના આરોગ્યની દ્રષ્ટિએ એક અઠવાડિયા દરમિયાન શહેરભરના કુલ 528 ખાદ્ય સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન 85 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે તપાસમાં ખામી ધરાવતા 128 એકમોને નોટિસ પાઠવી છે અને કુલ 5.88 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ગોતાની ક્રિષ્ના ડેરીમાં મળેલી અનહાઈજેનિક સ્થિતિઓમાં ખોરાકની આસપાસ ગંદકી, સ્વચ્છતાના અભાવ અને ફુડ સ્ટોરેજની અયોગ્ય પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
આ પરિસ્થિતિમાં AMC એ તત્કાલ કાર્યવાહી કરીને સ્થળ સીલ કરી દીધું છે. તેમજ મેકડોનાલ્ડ્સ જેવી અગ્રણી ફૂડ ચેઇન સામે કડક કાર્યવાહી AMCના આરોગ્ય વિભાગનો સંદેશ છે કે કોઈને છોડવામાં નહીં આવે.
આ ઘટનાથી સાબિત થાય છે કે સરકારી તંત્ર શહેરની ખાદ્ય સુરક્ષા અંગે સજાગ છે અને મોટી બ્રાન્ડ કે લઘુ ઉદ્યોગ તમામ માટે નિયમો એકસરખા છે. ભવિષ્યમાં આવા પગલાં અન્ય ખાદ્ય વ્યવસાયિકોને પણ સાવધાન કરી દેશે કે તેઓ આરોગ્ય ધોરણોની પૂર્તિ કરે અને નાગરિકોની સલામતીમાં કોઇ શંકા ન રહે.












Click it and Unblock the Notifications
