અમદાવાદની બે શાળાઓને FRC મધ્ય ઝોને નોટિસ આપી

અમદાવાદની બે જાણીતી શાળાઓ સામે ફી વસૂલાત મામલે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. FRCની મધ્ય ઝોનની ટીમે સત્વ વિકાસ અને ઉદગમ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ બંને શાળાઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

તપાસ મુજબ, આ શાળાઓએ FRCની પૂર્વ પરવાનગી વિના જ પ્રિ-પ્રાઈમરી સેક્શનમાં વાલીઓ પાસેથી ફી વસૂલી લીધી હતી. FRCની મંજૂરી વિના જ ફી ઉઘરાવવામાં આવતા આ મામલો ગરમાયો છે અને કમિટીએ તેની ગંભીર નોંધ લીધી છે.

નોંધનીય છે કે, આ બંને શાળાઓ એક જ ટ્રસ્ટ હેઠળ કાર્યરત છે. તેમ છતાં, FRC દ્વારા તેમની પ્રિ-પ્રાઈમરીની ફી હજુ સુધી મંજૂર કરવામાં આવી ન હતી તેવું કમિટીના ધ્યાનમાં આવ્યું છે. આ ગેરરીતિને કારણે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે FRC દ્વારા બંને સ્કૂલોને નોટિસ આપીને તાત્કાલિક ખુલાસો કરવા આદેશ અપાયા છે. મંજૂરી વિના ફી શા માટે વસૂલવામાં આવી, તે અંગે સત્વ વિકાસ અને ઉદગમ સ્કૂલે હવે લેખિતમાં વિગતવાર જવાબ રજૂ કરવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X