Ahmedabad metro news : મેટ્રોના મુસાફરો માટે સારા સમાચાર, આ સ્ટેશન સુધી સીધી કનેક્ટિવિટી મળશે
Ahmedabad metro news : અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર તરફથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી માટે મેટ્રો ટ્રેનની ફ્રીક્વન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે.
આ નિર્ણયથી મુસાફરોને મોટો ફાયદો થશે, હવે તેમણે મોટેરા સ્ટેશન પર મેટ્રો ટ્રેન ચેન્જ કરવાની જરૂર નહીં પડે. 15 ફેબ્રુઆરીથી AMPC થી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધી પ્રોયોગિક ધોરણે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.

મુસાફરો માટે સુવિધા વધારો
અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશન પર મેટ્રો ટ્રેન ચેન્જ કરવાની જરૂરિયાત હતી, પરંતુ હવે મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. મેટ્રો વહીવટી તંત્રે મુસાફરોના હિતમાં આ નિર્ણય લીધો છે, જેના લીધે મુસાફરી વધુ સરળ બનશે.
2036 ઓલિમ્પિક માટે મેટ્રો વિસ્તરણ યોજના
2036ની ઓલિમ્પિક માટે અમદાવાદ શહેર તૈયારી કરી રહ્યું છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને થલતેજ ગામથી શીલજ અને મનીપુર સુધી મેટ્રો લાઇન વિસ્તરણની યોજના બનાવી છે.
આ યોજના અનુસાર, થલતેજથી મનીપુર અને શીલજથી મોટેરા વાયા વૈષ્ણોદેવી, ચાંદખેડા રૂટને સમાવવામાં આવશે. આ ઉપરાંત થલતેજ ગામથી શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી મેટ્રો લાઇન લંબાવવામાં આવશે.
આર્થિક ફાયદા
મેટ્રોના નવા સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક વિસ્તારમાં આર્થિક અને સામાજિક ફાયદા જોવા મળશે. ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટી જેવા વ્યાવસાયિક કેન્દ્રોના વિસ્તરણથી આ વિસ્તારમાં કામ કરતા વ્યવસાયિકો અને કર્મચારીઓને ઝડપી અને સુવિધાસભર પરિવહન સેવા મળશે.
આનાથી ત્પાદકતા વધશે અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને વેગ મળશે. મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશન આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે.
મેટ્રો રેલના વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી મુસાફરોના સમય અને ખર્ચની બચત થશે. આ ઉપરાંત ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધારો થશે.
2036 ઓલિમ્પિક માટેની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મેટ્રો રેલનું વિસ્તરણ શહેરના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું છે.












Click it and Unblock the Notifications
