Ahmedabad metro news : અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરનારા કર્મચારીઓ માટે મેટ્રોને લઈને મોટા સમાચાર
Ahmedabad metro news : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવામાં મહત્વનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
આગામી રવિવાર 27 એપ્રિલ, 2025થી મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી દોડશે. આ નવી સેવા સાથે મુસાફરોને વધુ સુવિધા અને ઝડપી પરિવહનનો લાભ મળશે.

આ વિસ્તરણના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર સાત નવા અને આધુનિક સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે. આ સ્ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10એ અને સચિવાલયનો સમાવેશ થાય છે. આનાથી બંને શહેરોના વિવિધ વિસ્તારો વચ્ચે સીધી અને સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
આ સેવાથી નવા સ્ટેશનો અને સચિવાલય સુધીની સેવા મુસાફરોને ટ્રાફિકની ઝંઝટથી રાહત આપશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી અને આરામદાયક બનશે. મેટ્રોનો ઉપયોગ વધવાથી વાહનોનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ થશે.
નવા રૂટ અને સ્ટેશનોના સમયપત્રકની સંપૂર્ણ માહિતી શનિવાર 26 એપ્રિલ 2025થી ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com પર ઉપલબ્ધ થશે. મુસાફરો આ વેબસાઈટ પરથી ટ્રેનના સમય અને અન્ય વિગતો મેળવી શકશે.
આ મેટ્રો વિસ્તરણ ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સચિવાલયમાં કામ કરતા લોકો માટે ફાયદાકારક રહેશે. આ ઉપરાંત આ સેવા શહેરની ટ્રાફિક સમસ્યાને ઘટાડવામાં અને લોકોના સમયની બચતમાં પણ મદદરૂપ થશે.
ગુજરાત મેટ્રોનું આ પગલું રાજ્યના પરિવહન તંત્રને વધુ મજબૂત અને નાગરિકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, અમદાવાદ મેટ્રો સેવા સમયે તેની સેવાઓના ટાઈમ અને નવા સ્ટેશનોનો સતત વિસ્તાર કરી રહી છે. જેનાથી લોકોને વધુમાં વધુ ફાયદો મળે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
