Ahmedabad Metro : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કોરિડોરમાં વધુ બે સ્ટેશન કાર્યરત કરાયા
Ahmedabad Metro : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવાને લઈને એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આ સપ્તાહથી જ આ કોરિડોરમાં વધુ બે નવા મેટ્રો સ્ટેશનો કાર્યરત થવા જઈ રહ્યા છે, જેનાથી મુસાફરોને વધુ સુવિધા મળશે.
GMRCની જાહેરાત મુજબ, 28 સપ્ટેમ્બર, 2025 થી જુના કોબા (Juna Koba) અને કોબા ગામ (Koba Gam) મેટ્રો સ્ટેશનો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે.

આ બંને સ્ટેશનો શરૂ થતાં સમગ્ર અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કની કનેક્ટિવિટીમાં વધારો થશે અને હજારો લોકોને લાભ મળશે. આ બંને સ્ટેશનો યલો લાઇન (Yellow Line) પર આવેલા છે, જે અમદાવાદના મોટેરા સ્ટેશનને રાજ્યની રાજધાની ગાંધીનગર સાથે જોડે છે.
આ સ્ટેશનો કોબા સર્કલ સ્ટેશન અને GNLU સ્ટેશનની વચ્ચે સ્થિત છે, જ્યાંથી મેટ્રોનો રૂટ ગિફ્ટ સિટી (GIFT City) તરફ વહેંચાય છે. આ વિસ્તારના રહેવાસીઓ અને નોકરીયાત લોકો માટે આ સ્ટેશનો ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ નવા સ્ટેશનો કાર્યરત થવાથી અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી વચ્ચેનો પ્રવાસ વધુ સરળ અને ઝડપી બનશે. મેટ્રોની આ સુવિધા જાહેર પરિવહનને વેગ આપશે.












Click it and Unblock the Notifications
