For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં હીટવેવ, પારો પહોંચ્યો 41.3 ડીગ્રીએ, 3 દિવસ યલો એલર્ટ

શહેરનુ તાપમાન રવિવારે 41.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ જે ગુજરાતમાં પાંચમુ મહત્તમ તાપમાન છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરનુ તાપમાન રવિવારે 41.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ જે ગુજરાતમાં પાંચમુ મહત્તમ તાપમાન છે. ભારતીય હવામાન વિભાગે સોમવાર અને મંગળવાર માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. રવિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ હતુ. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 1.5 ડિગ્રી વધુ રહ્યુ હતુ.

heat

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આવતા પાંચ દિવસ માટે તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે કે આવતા 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહિ આવે ત્યારબાદ 2 દિવસ થોડો ઘટાડો નોંધાશે. વળી, હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છમાં સોમવાર અને મંગળવાર માટે હીટવેવનુ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

કંડલા મહત્તમ 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી ગરમ રહ્યુ હતુ ત્યારબાદ રાજકોટમાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન જ્યારે અમરેલીમાં પણ 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. શહેરના એક ફિઝિશિયને કહ્યુ કે તાપમાન સતત વધારાથી હીટસ્ટ્રોકની તકલીફ થઈ શકે છે. તેમણે હીટસ્ટ્રોકથી બચવા માટે સલાહ આપી કે માથુ ઢાંકીને રાખવુ, લાઈટ કલરના કપડાં પહેરવા અને એસીમાંથી બહાર અને બહારથી એસી એ રીતે વારંવાર કરવુ નહિ. તે હાઈડ્રેટ રહેવા માટે પ્રવાહી પીતા રહેવાની પણ સલાહ આપી.

English summary
Ahmedabad heatwave, maximum temperature reached to 41.3 degree celsius, yellow alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X