Ahmedabad metro : દિવાળી દરમિયાન અમદાવાદ મેટ્રોના સમયમાં મોટો ઘટાડો

Ahmedabad metro : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે.

20 ઓક્ટોબર 2025 ના રોજ મુસાફરોની સુરક્ષા અને ફટાકડા ફોડવાના કારણે મેટ્રો રેલની સુરક્ષા પરની સંભવિત અસરોને ટાળવા મેટ્રો ટ્રેન સેવાઓ નિયમિત સમય કરતાં વહેલી બંધ કરવામાં આવશે.

Ahmedabad metro

હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેન સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી કાર્યરત રહે છે. જો કે, દિવાળીના દિવસે એટલે કે 20.10.2025 ના રોજ, આ સેવાઓ સવારે 06:20 વાગ્યાથી શરૂ થઈને માત્ર સાંજે 07:00 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે રાત્રિના 10 વાગ્યાના બદલે મેટ્રો ટ્રેન ત્રણ કલાક વહેલી બંધ થઈ જશે.

GMRC ના જણાવ્યા મુજબ, 20 ઓક્ટોબર, 2025 ના રોજ દરેક ટર્મિનલ સ્ટેશન પરથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય નીચે મુજબ રહેશે.

અમદાવાદ કોરિડોરના મુખ્ય સ્ટેશનો : વસ્ત્રાલ ગામ, થલતેજ ગામ, મોટેરા સ્ટેડિયમ અને APMC ખાતેથી છેલ્લી ટ્રેન સાંજે 7:05 કલાકથી 7:10 કલાકની વચ્ચે ઉપડશે.

ગાંધીનગર કોરિડોરના સ્ટેશનો : APMC, સચિવાલય અને ગિફ્ટ સિટી સ્ટેશનો પરથી છેલ્લી ટ્રેન વહેલી એટલે કે સાંજે 6:18 કલાકથી 6:24 કલાકની વચ્ચે ઉપડશે.

આ નિર્ણય અન્ય મેટ્રો કોર્પોરેશનો દ્વારા અપનાવવામાં આવેલી સુરક્ષા નીતિઓ અનુસાર લેવામાં આવ્યો છે. મેટ્રો પ્રશાસને તમામ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ આ બદલાયેલા સમયપત્રકને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.

20 ઓક્ટોબર 2025 પછી મેટ્રો સેવાઓ તેના નિયમિત સમય મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X