મેટ્રોના મુસાફરો માટે સારા સમાચાર, GMRC મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન લોન્ચ કરાઈ
GMRC mobile ticketing app: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જાહેરાત કરવામાં આવી છે કે, તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro (Official) આજે લોન્ચ કરવામાં આવી છે.
Ahmedabad Metro (Official) એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે.

Ahmedabad Metro (Official) એપ્લિકેશન પરથી ટિકિટ મેળવવા માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે.
Ahmedabad Metro (Official) એપ્લિકેશન એન્ડ્રોઇડ યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ 23 ડિસેમ્બર, 2024 થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
