Ahmedabad metro : નવરાત્રિમાં અમદાવાદ મેટ્રોમાં 14 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી
Ahmedabad metro : નવરાત્રિના તહેવાર દરમિયાન અમદાવાદ મેટ્રોએ આ વર્ષે મુસાફરોની સંખ્યાના તમામ રેકોર્ડ તોડ્યો છે. આના કારણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
આંકડા અનુસાર, 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધીના નવરાત્રિના સમયગાળા દરમિયાન કુલ 14,20,058 મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ વિશાળ સંખ્યાને કારણે મેટ્રો રેલની આવક 1.75 કરોડને પાર કરી ગઈ છે.

ખાસ કરીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગરબાના આયોજનોને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવાઓના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો અને ટ્રેનો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
જે સ્ટેશનો ગરબાના મુખ્ય મેદાનોની નજીક આવેલા છે ત્યાં આ સમયગાળા દરમિયાન દિવસભર મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. આમાં રિવરફ્રન્ટ, મણિનગર, થલતેજ, હેલ્મેટ ફોર રોડ્સ, વસ્ત્રાલ, એપેરલ પાર્ક ખોખરા અને વેજલપુર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
GMRCના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, તહેવાર દરમિયાન સરળ સંચાલન સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વધારાના ટ્રેન ટાઇમિંગ ઉપરાંત સ્ટેશનો પર સુરક્ષા અને માર્ગદર્શન માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો.
મુસાફરોને ટિકિટ કાઉન્ટરની સાથે સાથે ડિજિટલ ટિકિટ ખરીદીના વિકલ્પો પણ પૂરા પાડવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
