For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના કેસમાં વધારાને પગલે અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કરાયો વધારો, જુઓ યાદી

શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 65 થઈ ગઈ છે. જુઓ યાદી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ રાજ્યભરમાં કોરોના વાયરસના કેસોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં શાળાઓ પણ ધીમે ધીમે બંધ થવા લાગી છે. અમદાવાદ કોરોના વાયરસના સંક્રમણનુ હૉટ સ્પૉટ બની ગયુ છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વધુ નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની યાદી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સોમવારે નવા 21 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે બાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા હવે 65 થઈ ગઈ છે.

ahmedabad

કોરોના કેસોમાં વધારાને પગલે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધારવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 631 કેસ નોંધવામાં આવ્યા છે. રવિવારે 396 કેસ કોરોનાના નોંધવામાં આવ્યા હતા જેની સરખામણીમાં એક જ દિવસમાં કોરોના કેસમાં અંદાજે 60 ટકાનો વધારો થયો છે. અંદાજે 225 દિવસના સમય પછી આટલી મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. આ પહેલા 22 મેના રોજ 692 કેસ નોંધવામાં આવ્યા હતા. હાલમાં પશ્ચિમ અમદાવાદ કોરોનાનુ હૉટ સ્પૉટ બની ગયુ છે. છેલ્લા 24 કલાકમાં થલતેજમાં સૌથી વધુ 90 કેસ નોંધાયા છે. વળી, સોમવારે નોંધાયેલા કુલ કેસમાંથી અંદાજે 80 ટકા કેસ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોના છે.

શહેરના માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની યાદી

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગઈકાલે(સોમવાર) નવા 21 વિસ્તારો માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે.

વ્રજ વિહાર 6, જોધપુર, ઈ બ્લોક ચોથો માળ, અશ્વમેઘ વિ-3, બંગલા નં.41થી 46, જોધપુર, સાગર ટાવર, સેટેલાઈટ, 5થી 7મો માળ એ બ્લૉક, ઓર્કિડ ગ્રીન ફિલ્ડ એપલ વુડ, સાઉથ બોપલ, 5થી 8મો માળ, એ-10 બ્લોક, અનુરાધા અપાર્ટમેન્ટ, શાહીબાગ, 5મો માળ, જય ગુજરાત સોસાયટી, શાહીબાગ, નં.22, નકોડા પાર્ક, સૈજપુર, માંગલ્ય અપાર્ટમેન્ટ, પાલડી, 5મો માળ, પ્રમુખ બંગ્લોઝ, ન્યૂ રાણીપ, ઘર નં. 1, 11 અને 21, આમંત્રણ બંગલો, ચાંદખેડા, ઘર નં. 8થી 10, મુરલી મનોહર સોસાયટી. ભાઈપુરા ઘર નં. એ 19થી 27, ભક્તિ બંગલો, નિકોલ, ઘર નં. 2, 3, 19, 20, 23 ઈન્દ્રપ્રસ્થ ટાવર, થલતેજ, 6તી 8માળ ડી બ્લોક, નેબ્યુલા ટાવર, બોડકદેવ, બી બ્લોક, 2થી 4 માળ, ડી બ્લોક 3જો માળ, સીમંધર ટાવર, બોડકદેવ, એ બ્લોક, 1થી 4 માળ, સૂર્ય મંદિર ટાવર, બોડકદવ, બી બ્લોક, 6થી 8 માળ, આરોહી આઘા, બોડકજેવ, એ બ્લોક, 5 થી 10 માળ, હિલોલ કૉમ્પ્લેક્સ, વસ્ત્રાપુર 1થી 3 માળ, અદાણી પ્રથમ, ચાંદલોડિયા, ઓ 1 બ્લોક, 2થી 4 માળ, વૃદ્ધિ અપાર્ટમેન્ટ, મણિનગર, બીજો માળ ઘર નં. 8થી 12, તીર્થય અપાર્ટમેન્ટ, ઘોડાસરનો સમાવેશ થાય છે.

English summary
Ahmedabad micro containment area increase after more corona cases, see list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X