કાંકરિયાને નવી અટલ ટ્રેન મળશે, ફલાવર શોની મુદત વધારાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના વિકાસ અને સુવિધા માટે મહત્વના નિર્ણયો લીધા છે.

આ બેઠકમાં કાંકરિયાની ટોય ટ્રેનથી લઈને રિવરફ્રન્ટ ફલાવર શો સુધીના નિર્યણો લેવાયા. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી મુલાકાતીઓના આનંદમાં અનેકગણો વધારો થશે.
કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે તંત્ર 3.54 કરોડના ખર્ચે બે નવી ટોય ટ્રેન ખરીદશે. 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બનનારી આ ડીઝલ એન્જિન ટ્રેનમાં એકસાથે 150 મુસાફરો મુસાફરીનો આનંદ માણી શકશે. આ નવી ટ્રેન આગામી છ મહિનામાં પાટા પર દોડતી થશે અને જૂની ટ્રેન પરત કરી દેવાશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા ફલાવર શોની લોકપ્રિયતા જોતા તેની મુદત હવે 29 જાન્યુઆરી સુધી લંબાવી છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકોએ મુલાકાત લેતા કોર્પોરેશનને 6 કરોડથી વધુની માતબર આવક થઈ છે.
માત્ર ઉત્તરાયણના બે દિવસમાં જ લાખો લોકો ઉમટી પડતા AMCની તિજોરીમાં 1.60 કરોડ જમા થયા છે.












Click it and Unblock the Notifications
