Ahmedabad News : શાહીબાગમાં આવેલી ઇમારતના પાંચમા માળે લાગી આગ, એક બાળકીનું મોત
શાહીબાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના 5મા માળે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે. હાલ બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયા હોવાના સમાચાર છે.
Ahmedabad News : અમદાવાદ શહેરમાંથી આગ દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક બિલ્ડિંગના 5મા માળે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એક બાળકીનું મોત થયું છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરનાં શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બ્લડિંગના પાંચમા માળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ આગ દુર્ઘટનામાં એક બાળકીનું મોત થયું છે.
આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના કુલ 15 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં કુલ પાંચ લોકો ફસાયા હતા.
આગ લાગવાનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. શિયાળામાં ગિઝર ચાલતા હોવાને કારણે હાલ પ્રાથમિક તબક્કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ગિઝર ફાટવાને કારણે આગ લાગવાની ઘટના બની હોય તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
