Ahmedabad News : હાટકેશ્વર બ્રિજનું પ્રતિકાત્મક બેસણું યોજાયું, પોલીસે કરી પ્રદર્શનકારીઓની અટકાયત
Ahmedabad News : સ્થાનિક વેપારીઓએ હાટકેશ્વર બ્રિજનું પ્રતિકાત્મક બેસણું રાખ્યું હતું. જે કારણે પોલીસે પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.
Ahmedabad News : અમદાવાદમાં લોકો વિકાસની વાતો કરે છે. જેમાં ઘણા નવા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, નવા બ્રિજ બનાવવાની વ્યસ્તતામાં તંત્ર જૂના બ્રિજનું સમારકામ અને જાણવણી કરવામાં ઢીલ કરે છે. આવા બ્રિજમાં હાટકેશ્વર બ્રિજ પણ બિસ્માર હાલતમાં છે. જે કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

હાટકેશ્વર બ્રિજ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. જે કારણે તેને ઘણીવાર બંધ પણ કરવો પડ્યો છે. જેના કારણે સ્થાનિક લોકો અને વેપારીઓને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટકેશ્વર બ્રિજની સમસ્યાથી કંટાળેલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજમાં વર્ષ 2016 બાદ 6 ગાબડા પડ્યા છે. જે કારણે વારંવાર સમારકામ કરવાની અને બ્રિજ બંધ કરવાની ફરજ પડે છે. એવો આક્ષેપ સ્થાનિક વેપારી દ્વારા કરવામાં આવે છે. આ અંગેની રજૂઆતો પણ તંત્રને ઘણીવાર કરવામાં આવી છે.
સ્થાનિક વેપારીઓએ હાટકેશ્વર બ્રિજનું પ્રતિકાત્મક બેસણું રાખ્યું હતું. જોકે, આ વિરોધ પ્રદર્શનની જાણ પોલીસને કરવામાં આવી ન હતી, જેના કારણે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વેપારીઓની અટકાયત કરી હતી.












Click it and Unblock the Notifications
