For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના મહામારીના પગલે ઑક્સિજન સિલિન્ડરોના ભાવમાં 2.5 ગણો વધારો

કોરોના કેસની સંખ્યા રોજેરોજ વધી રહી છે. જેના કારણે હોસ્પિટલ સેવાઓ પણ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દેશમાં કોરોનાનુ સંક્રમણ ઘટવાનુ નામ નથી લઈ રહ્યુ. અનેક પ્રયત્નો છતાં કોરોના કેસની સંખ્યા રોજેરોજ વધી રહી છે. જેના કારણે હોસ્પિટલ સેવાઓ પણ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. દેશમાં કોવિડ-19ના કેસોમાં થઈ રહેલા વધારાના કારણે ઉઠેલી માંગના પગલે છેલ્લા અમુક મહિનાઓમાં ઑક્સિજન સિલિન્ડરના ભાવો પણ આસમાનો પહોંચ્યા છે. હોસ્પિટલોએ 50 ટકાથી 2.5 ગણા ભાવ વધવાનો દાવો કર્યો છે.

Oxygen cylinder

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી મેડીલીંક હોસ્પિટલના ડિરેક્ટર શિલ્પા અગ્રવાલે જણાવે છે કે 3 જૂને અમને અમારા ઑક્સિજન સપ્લાયર દ્વારા ઑક્સિજન સિલિન્ડરના ભાવોમાં ફેરફાર વિશે માહિતી આપવામાં આવી. તે કૉવિડ-19 પહેલાના ભાવ કરતા લગભગ 2.5 ગણી હતી. અમારો માસિક ખર્ચ 12 લાખથી રૂપિયાથી વધીને 70 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો. શિલ્પા જણાવે છે કે જો સરકાર અમારી ફીમાં ઘટાડો કરતી હોય તો તે આ જ વસ્તુ ઑક્સિજન અને મેડીકલ વેસ્ટના કલેક્શનમાં કેમ નથી કરતી?

વળી, સ્ટાર હોસ્પિટલના ચેરમેન ડૉ. ભાવેશ ઠક્કર પણ જણાવે છે કે ઑક્સિજનની કિંમત 90,000 રૂપિયાથી વધીને 2.4 લાખ પ્રતિ માસ થઈ ગઈ છે. ભાટની અપોલો હોસ્પિટલના ડેપ્યુટી જનરલ મેનેજર(હેલ્થકેર સર્વિસ) સંદીપ જોશીએ જણાવ્યુ કે, 'તેમના સપ્લાયરોએ કોવિડ-19 બાદ ઑક્સજન રેટમાં વધારા માટે બે વાર સંપર્ક કર્યો હતો.' અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (AHNA)ના સેક્રેટરી ડૉ. વિરેન શાહે જણાવ્યુ કે સરકારે આ મુદ્દાઓ પર ઝડપથી વિચાર કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

DyMC-Healthના ઓમ પ્રકાશ મચરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે ઑક્સજન સપ્લાય પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જ્યાં સુધી ઑક્સિજનના ભાવની વાત છે ત્યાં સુધી અમને AMC તરફથી કોઈ અધિકૃત ફરિયાદ મળી નથી. GPCB અને અન્ય ડિપાર્ટમેન્ટ્સ હંમેશા તેમની મદદ માટે તૈયાર છે.

કંગના રનૌતની ઑફિસ બાદ હવે ઘર તોડવા માટે BMCએ મોકલી નોટિસ!કંગના રનૌતની ઑફિસ બાદ હવે ઘર તોડવા માટે BMCએ મોકલી નોટિસ!

English summary
Ahmedabad: Oxygen cylinder rates increased 2.5 times post covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X