અમદાવાદમાં નવા વર્ષની રાતે 177 નબીરાઓ નશાની હાલતમાં ઝડપાયા
અમદાવાદમાં 31મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસે દારૂડિયાઓ સામે લાલ આંખ કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસની આ કાર્યવાહીમાં આખી રાત દરમિયાન કુલ 177 જેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે. આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.

શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુનર હોટલમાં પણ પોલીસે આકસ્મિક દરોડો પાડ્યો હતો. અહીં ચાલી રહેલી દારૂની મહેફિલમાં પોલીસે 9 યુવકોને નશાની હાલતમાં રંગેહાથ ઝડપી લીધા હતા.
નવા વર્ષની પાર્ટીઓમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરના પ્રવેશદ્વારો અને મુખ્ય રસ્તાઓ પર પોલીસ તૈનાત હતી. બ્રેથ એનાલાઈઝરની મદદથી વાહનચાલકોનું સતત ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસની આ આક્રમક કામગીરીને કારણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. પકડાયેલા તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
