અમદાવાદ રિવરફ્રન્ટ પર પોલીસના ડરથી ભાગતા 15 વર્ષના સગીરનું કરુણ મોત

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પરથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક ગમખ્વાર અકસ્માતમાં 15 વર્ષના સગીરનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કિશોરને ઇજા પહોંચી છે.

અહેવાલો અનુસાર, આ ઘટના પોલીસથી બચવા કે ભાગવાના પ્રયાસ દરમિયાન બની હોવાના આક્ષેપો છે.

accident

મૃતક સગીરની ઓળખ 15 વર્ષીય ક્રિશ પરમાર તરીકે થઈ છે. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ક્રિશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં સાથે રહેલો અન્ય એક સગીર પણ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ સમગ્ર બનાવમાં પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના બની તે સમયે પોલીસકર્મી હાજર હોવાનો અને યુવાનો પોલીસના ડરથી ભાગી રહ્યા હોવાનો આરોપ મૃતકના પરિવારે લગાવ્યો છે.

ઘટના સંબંધિત એક પોલીસકર્મીનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ સંવેદનશીલ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અકસ્માત કેવી રીતે થયો અને તેમાં પોલીસની કોઈ ભૂમિકા હતી કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X