For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોની શું ભૂમિકા હતી?

આવો, જાણીએ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં કયા આરોપીનો શું રોલ હતો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં આજે દોષિતોને સજા સંભળાવવામાં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. દરેક દોષિતોને 10-10 હજાર રૂપિયાનો દંડ ફટાકારવામાં આવ્યો છે. સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે. આવો, જાણીએ અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં કયા આરોપીનો શું રોલ હતો.

ahd blast

આરોપી નંબર 3 ઈકબાલ કાસમ શેખ- ઠક્કરનગર નરોડા કુળદવી ટી સ્ટોલ વિસ્તારમાં બૉમ્બ સાથેની સાઈકલ મૂકી એએમટીએસ બસ નંબર-150માં બૉમ્બ મૂકી બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 23 અયાઝ રઝાકમિયાં સૈયદ - બૉમ્બ મૂકવા માટેની જગ્યાઓની રેકી કરી. એએમટીએસ બસ નંબર 66-3માં બૉમ્બ મૂક્યો. મયૂર રેસ્ટોરાં, પરમ શક્તિ ટી સ્ટોલ નરોડા ભાગોળ પાસે ટાઈમર બૉમ્બ સાથેની સાઈકલ મૂકીને બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 27 મહંમદ ઈસ્માઈલ અને આરોપી નંબર 37 કયામુદ્દીન કાપડિયા - બૉમ્બ બનાવવા માટે અમદાવાદના દાણીલીમડાની અલમહંમદ સોસાયટીના મકાન નંબર 10ને ભાડે રાખ્યુ. આ મકાનમાં સાઈકલ અને ગેસ સિલિન્ડર ખરીદીને મુક્યા. અલગ જગ્યાએથી બૉમ્બ બ્લાસ્ટની સામગ્રી મંગાવી સાઈકલ અને મારુતિ વેગનઆર અને મારુતી-800માં બૉમ્બ બ્લાસ્ટ ફીટ કરીને સિવિલ એલજીમાં બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 30 મહંમદ સાદિક અને આરોપી નંબર 31 મહંમદ આરિફ - ટાઈમર બૉમ્બ બનાવાવ માટે ટાઈમર ઘડિયાળોની ખરીદી કરી. ચોક્કસ સમયે ફૂટે તે માટે ટાઈમર સેટ કર્યા.

આરોપી નંબર 36 મહંમદ આરીફ નસિમ મિર્ઝા - બૉમ્બ બ્લાસ્ટ કરવા ગુજરાત બહારગામથી આવીને અમદાવાદના જૂદા-જૂદા સ્થળોએ રેકી કરી. રાયપુર ચકલા, ગોખલે પાન પાર્લર અને એનનારાયણ મેડીકલ પાસે ટાઈમર બૉમ્બવાળી સાઈકલ મૂકી બ્લાસ્ટ કર્યા.

આરોપી નંબર 37 ક્યામુદ્દીન કાપડિયા - વિસ્ફોટકો સાથેની સાઈકલ સારંગપુર દરવાજા પાસેના સિંધિ માર્કેટ સામે મૂકીને બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 38 મહંમદ શેફ - દાણીલીમડાના મકાન નંબર 10માં રહ્યા બાદ બૉમ્બ સાઈકલ પર મૂકીને બાગે ફરિદોશ પોલિસ લાઈન વિસ્તારમાં બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 39 જીશાન અહેમદ - આરોપી મિર્ઝા સાદાબ બેગ સાથે રહીને બૉમ્બ સાથેની સાઈકલ મેળવી મણિનગરના ઓમ પાન પાર્લર પાસેની વિસ્તારમાં મૂકી બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 40 ઝીયા ઉર રહેમાન - મિર્ઝા બેગ સાથે રહીને મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે સાઈકલ મૂકી બ્લાસ્ટ કર્યો.

આરોપી નંબર 49 સરફુદ્દીન ઈટી સેનુદીન - મોટી જાનહાનિ કરવાના ઈરાદે ટાઈમર ચીપ બનાવીને અન્ય આરોપીને પૂરા પાડીને બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા.

આરોપી નંબર 50 સૈફૂર રહેમાન - અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારની રેકી કરીને નારોલ સર્કલ પાસે વિસ્ફોટકો ભરેલી સાઈકલ મારફતે બ્લાસ્ટ કર્યા.

આરોપી નંબર 37 કાયમુદ્દીન કાપડિયા 44 અનીફ સૈયદ, 63 મોહમ્મદ તનવીર - સુરતમાં બૉમ્બ બ્લાસ્ટ કરવા અલગ-અલગ વિસ્તારમાં મકાન ભાડે રાખીને અલગ-અલગ વિસ્તારમાં બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા.

આરોપી નંબર 14 ઈકબાલ ભટકલ - કેરળના વાઘામોન જંગલમાં કેમ્પ કરવા નજીકની શ્રી હરિ ટુરિસ્ટ હોટલમાં ઓળખ છૂપાવીને રહ્યા હતા અને અન્ય આરોપીને ખોટા નામે રહેવાની સુવિધા કરી આપી હતી.

આરોપી નંબર 37 ક્યામુદ્દીન કાપડિયા - ષડયંત્રને પાર પાડવા માટે પૂનાની હોટલ કમલેશ્વરમાં રોકાઈને અન્ય આરોપીઓને રાખવા ખોટા નામે રુમ બુક કરાવ્યા. હોટલ રેસ્ટોરાંમાં ખોટા નામે એન્ટ્રીઓ કરી. મોબાઈલ સિમ કાર્ડ મેળવવા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો. બ્લાસ્ટ કરવા આરોપી નંબર 11 અબ્દુલ સુભાનને રહેવા, છૂપાવા માટે વાપીમાં હોટલમાં બોગસ નાે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

આરોપી નંબર 43 અનીક શફીક સૈયદ - સુરત શહેરમાં રોકાઈને બોગસ દસ્તાવેજના આધારે કાઈનેટીક હોન્ડાની ખરીદી કરી હતી. ખોટા નામે વેચાણ કરાર બુકમાં સહી કરી હતી.

આરોપી નંબર 45 ફઝલે રહેમાન દુરાની - અન્ય આરોપીને હોટલમાં છૂપાવવા માટે ભરુચ શહરમાં જુદી-જુદી હોટલમાં રહેવા માટે ખોટી રીતે રજૂઆત કરીને ખોટા નામે રોકાયા હતા.

આરોપી નંબર 46 મોહમ્મદ નૌશાદ - ગુજરાતમાં બૉમ્બ બ્લાસ્ટ કરાવવાના ભાગ રૂપે કેરળના કન્નૂર શહેરમાં હોટલમાં રોકાયા હતા. જ્યાં ખોટા નામે હોટલ રજિસ્ટ્રારમાં એન્ટ્રી કરી હતી.

આરોપી નંબર 63 મોહમ્મદ તનવીર અને આરોપી નંબર 36 કયામુદ્દીન કાપડિયા - સુરતમાં બૉમ્બ બ્લાસ્ટ કરાવવા માટે પાઈપ બૉમ્બ બનાવવાની યોજના કરી જે માટે મોબાઈલ ફોનની ખરીદી કરી. ફોનનો ઉપયોગ કરીને પુરાવાના નાશ કરવાના ભાગ રૂપે નદીમાં ફેંકી દીધો હતો.

આરોપી નંબર 3, 15, 16, 23, 27, 28, 30, 36, 37, 38, 39, 40, 42, 49, 50 અમદાવાદમાં સીરિયલ બ્લાસ્ટ કરવા માટે ભેગા મળીને યોજના બનાવી અને એકસાથે 22 સ્થળે બ્લાસ્ટ કર્યા.

English summary
Ahmedabad serial blast 49 convicts roll in bomb blast 2008
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X