અમદાવાદ SOG એ નિકોલ વિસ્તારમાંથી 50 લાખનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો

અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરીના અહેવાલો વચ્ચે અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી સફળતા હાંસલ કરી છે.

SOGની ટીમે નિકોલ વિસ્તારમાં આવેલા રખિયાલની ધરણીધર એસ્ટેટ નજીકથી આશરે 50 લાખની કિંમતનો હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે.

Ahmedabad SOG

આ કાર્યવાહીમાં પોલીસે 500 ગ્રામ જેટલા હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ પ્રતીક કુમાવત અને રવિ પટેલ તરીકે થઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને મિત્રો એક પાન પાર્લર પર મળ્યા હતા. તેઓ આ ગાંજાનો જથ્થો સહદેવ નામના શખ્સ પાસેથી લાવ્યા હતા. તેમની ઓળખ સહદેવ સાથે રણુંજા ખાતે થઈ હતી. SOG એ બંને આરોપીની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કેસમાં વોન્ટેડ આરોપી સહદેવને પકડવા માટે SOG દ્વારા હવે વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે

જણાવી દઈએ કે, ગુજરાતમાં ધીરે ધીરે નશાનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. આ જ કારણ છે કે થોડા થોડા સમયે વિવિધ ડ્રગ્સના મોટા જથ્થા ઝડપાતા આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X