Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદઃ ફેક્ટરીમાં લાગેલી આગથી 2 બાળકો થયા અનાથ, બાળકો માટે લીધી હતી બર્થડે ગિફ્ટ

અમદાવાદમાં નાનૂકાકા એસ્ટેટ સ્થિત ટેક્સટાઈલ ગોડાઉનમાં થયેલા ધમાકામાં 12 જિંદગીઓ ખતમ થઈ ગઈ જેમાં બે બાળકો પણ અનાથ થઈ ગયા.

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં નાનૂકાકા એસ્ટેટ સ્થિત ટેક્સટાઈલ ગોડાઉનમાં થયેલા ધમાકામાં 12 જિંદગીઓ ખતમ થઈ ગઈ. આમાં એક દંપત્તિ એવુ પણ છે જેણે પોતાના દીકરા માટે બર્થડે ગિફ્ટ ખરીદીને રાખી હતી પરંતુ બર્થડે સેલિબ્રેટ કરતા પહેલા જ માતાપિતા બંનેની આ દૂર્ઘટનામાં મોત થઈ ગયુ. તેમના 2 બાળકો અનાથ થઈ ગયા. માતાપિતાની ઓળખ માથુરભાઈ અને એંજેલિના તરીકે થઈ છે.

ahmedabad fire

માહિતી મુજબ માથુરભાઈ અને પત્ની એંજેલિના અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા હતા. બંને એ જ ટેક્સટાઈલ કંપનીમાં કામ કરતા હતા જે ગોડાઉનમાં બુધવારે આગ લાગી હતી. માથુરભાઈ અને પત્ની એંજેલિનાને એક દીકરો અને એક દીકરી છે જેઓ હવે અનાથ થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યુ છ કે શુક્રવારે દીકરાનો જન્મદિવસ હતો તેના માટે બર્થડે ગિફ્ટ એમ જ પડી રહી જેની તૈયારી માતાપિતા પહેલેથી કરી રાખી હતી. દૂર્ઘટનાએ બાળકોના માતાપિતા છીનવી લીધા.

પૂછપરછ કરવા પર પડોશીએ જણાવ્યુ કે દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર માથુરભાઈ અને તેમની એંજેલિનાનો પરિવાર ગરીબ જરૂર હતો પરંતુ સુખી હતો. આ પરિવાર પોતાની આવકનો હિસાબ રાખીને સંતોષી જીવન જીવતા હતા. દૂર્ઘટનાના કારણે હવે બાળકોનુ જીવન સંકટમાં આવી ગયુ છે. દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર માથુરભાઈ અને એંજેલિનાના બાળકો પાસે હવે માતાપિતાના ફોટા રહી ગયા છે. પોલિસ દ્વારા માતાપિતા બંનેના શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યા ત્યારબાદ બાળકોને ખબર પડી કે તેમના માતાપિતા હવે આ દુનિયામાં નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X