Ahmedabad Weather Update: અમદાવાદમાં રેકોર્ડ તોડશે ગરમી, 46.6 એ પહોંચશે પારો
Ahmedabad Weather Update: કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ગરમીમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી સપ્તાહમાં શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ તાપમાનમાં વધારો થવાના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા તેના બુલેટિનમાં આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આજે 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત, 25 મેની સવાર સુધી હીટવેવ માટે રેડ એલર્ટ યથાવત રહેતાં આમદવાદીઓ માટે કોઈ રાહત જણાતી નથી.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અમદાવાદ શહેરમાં 45 º સેલ્સિયસ અથવા તેનાથી વધુ તાપમાન રહેવાની ધારણા છે. હવામાન એજન્સીએ આજે અને આવતીકાલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારબાદ 27 મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગંભીર હીટ વેવ માપદંડ : જ્યારે મહત્તમ તાપમાન. સામાન્ય ≥ 6.5 °C અને મહત્તમ તાપમાન ≥ 40 °C થી વધે તેવી શક્યતા છે.
હીટ વેવ માપદંડ : જ્યારે મહત્તમ તાપમાન. સામાન્ય ≥ 4.5 ડિગ્રી C અને મહત્તમ તાપમાન ≥ 40 °Cથી રહે ત્યારે હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવે છે.
ઘટનાઓની સંભાવના:
- અસંભવિત: 25 ટકા થી ઓછી
- સંભાવના: 25-50 ટકા
- ખૂબ જ સંભવ છે: 50 થી 75 ટકા
- મોટે ભાગે: 75 થી 100 ટકા
લેવલ
- યલો એલર્ટ : 41.1 - 43 °C
- ઓરેન્જ એલર્ટ : 43.1 - 44.9 °C
- રેડ એલર્ટ : ≥ 45.0 °C
ઉલ્લેખનીય છે કે, AMC બુલેટિને વધુમાં માહિતી આપી હતી કે, 1-17 મે દરમિયાન 108 ઈમરજન્સી સેવા દ્વારા કુલ 4131 ગરમી સંબંધિત કેસ નોંધાયા હતા. AMC હોસ્પિટલોમાં સમાન સમયગાળામાં આવા 216 કેસ જોવા મળ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરમીની ચેતવણીના સમયગાળા દરમિયાન નાગરિકો દ્વારા લેવાના પગલાંની સંખ્યા પણ જાહેર કરવમાં આવી છે.












Click it and Unblock the Notifications
