અમિત શાહ ગુજરાતના પ્રવાસે, 201 બસોને આપશે લીલી ઝંડી
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન 201 નવીન બસોનું લોકાર્પણ કરશે. આ સાથે અમિત શાહ ઓનલાઈન પોર્ટલનું ઉદ્ઘાટન કરશે. તેઓ ગાંધીનગરમાં સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે.
આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ પોર્ટલ પર નોંધણી, ખરીદી અને ચુકવણીનું કામ આપશે, જેનું ઉદ્ધાટન અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને લઇને સમગ્ર દેશમાં ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. 6 જાન્યુઆરી 2024ના રોજ ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક યોજાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમિત શાહ આજે સાંજે ગીર સોમનાથ જિલ્લાના ચંદુવાવ ખાતે ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે અને ગ્રામજનોને સંબોધશે. આવતીકાલે સવારે ગૃહમંત્રી સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે.
અમિત શાહ ત્યારબાદ જૂનાગઢના ગીર તળેટીમાં રૂપાયતન ટ્રસ્ટ દ્વારા આયોજિત નિરૂપમ નાણાવટીના જન્મ શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ગૃહ મંત્રી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાનાર મતિ કલા મહોત્સવમાં ભાગ લેશે.
કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી કુંભારો અને માટીકામના કલાકારો ભાગ લેશે. કાર્યક્રમના ભાગરૂપે માટીકામ પર એક સેમિનાર પણ યોજાશે, જેમાં 5 હજારથી વધુ કલાકારો ભાગ લે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
