For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ મોત સામે જંગ, 8 વર્ષના બાળક પર 5 કુતરાઓએ હુમલો કર્યો

અમદાવાદઃ મોત સામે જંગ, 8 વર્ષના બાળક પર 5 કુતરાઓએ હુમલો કર્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અહીં રમી રહેલા 8 વર્ષના બાળક પર પાંચ કુતરાઓએ જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બાળક પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે જ કુતરાઓનું ટોળું તેના પર ટૂટી પડ્યું. ઘટનાને પગલે બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. કુતરાઓએ તેને ગળા, પીટ અને પગમાં બટકાં ભર્યાં. બૂમાબૂમ થતાં જ બાળકને બચાવવા લોકો દોડી આવ્યા. જે બાદ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો. ડૉક્ટર્સે જણાવ્યું કે બાળકની હાલત ગંભીર છે.

child

જાણકારી મુજબ બાળક જુહાપુરા વિસ્તારમાં ફતેહવાડી કેનાલ એરિયામાં રહે છે. તેનું નામ હસન છે. 8 વર્ષીય હસ નઘરની બહાર રમી રહ્યો હતો. તે દરમ્યાન ચાર-પાંચ ગલીના કુતરા ત્યાં આવ્યા અને હસન પર હુમલો કરી દીધો. હસનની બૂમાબૂમ સાંભળી સ્થાનિક લોકો તેને બચાવવા માટે દોડી આવ્યા. જેમણે હસનને કુતરાઓના ચંગુલથી છોડાવ્યો. જો કે ત્યાં સુધીમાં તો હસન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારના લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. તેઓ જલદીમાં જલદી આવારા કુતરાઓને આ વિસ્તારથી દૂર કરવાની માંગ કરવા લાગ્યા.

ગુજરાત સરકારે શાળા - કોલેજોમાં 6616 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાતગુજરાત સરકારે શાળા - કોલેજોમાં 6616 જગ્યાઓ પર ભરતીની કરી જાહેરાત

English summary
An 8-year-old child was attacked by 5 dogs, admitted in civil hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X