For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેનેડામાં પીઆર મેળવવાની લાલચે થલતેજ-શીલજમાં થઈ લાખોની ઠગાઈ

વિદેશ જવાની લાલચે અવારનવાર ઘણા લોકો સાથે છેતરપિંડી થયાના કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના થલતેજ-શીલજમાં જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ વિદેશ જવાની લાલચે અવારનવાર ઘણા લોકો સાથે છેતરપિંડી થયાના કિસ્સા સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના થલતેજ-શીલજમાં જોવા મળ્યો છે. કેનેડામાં મશરુમની ખેતીના નામે PR અપાવવાનુ કહીને થલતેજ-શીલજમાં જીમ ચલાવતા વ્યક્તિએ લાખોની છેતરપિંડી કરતા તેની વિરુદ્ધ બોપલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

rupees

વિગતો મુજબ શહેરના શીલજ થલતેજ રોજ પર જીમ ચલાવતા સુનિલ જૈન સલુન શોપના મહિલા માલિક સહિત અમુક લોકોને મશરુમની ખેતીની ઓનલાઈન તાલીમ આપીને ઠગાઈ કરી હતી. IELTSની પરીક્ષા કે અન્ય કોઈ પ્રક્રિયા વિના મશરૂમની ખેતી શીખ્યાનુ પ્રમાણપત્ર આપીને કેનેડા મોકલવાના નામે એક્ઝોટીકા જીમના સંચાલકે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. વળી, અમદાવાદમાં જીમ શરુ કરવા માટે રાજકોટના એક ફાઈનાન્સર પાસેથી 82 લાખ રૂપિયા લઈને તેને પાછા ન આપવાનુ પણ સામે આવ્યુ છે.

કેસની વિગતો મુજબ બોપલ બસંદબહાર રોડ પર ક્રિશ્ના બંગ્લોઝમાં પારુલબેન રાણા થલતેજ-શીલજ રોડ પર હેર સલૂન ચલાવે છે. આ સલૂન પર એક્ઝોટીકા જીમ આવેલુ છે. જેના માલિક સુનિલ જૈન આ સલૂનમાં હેરકટીંગ માટે આવતા હોવાથી તેમને એકબીજા સાથે પરિચય હતો. પરિચય દરમિયાન સુનિલ જૈને પારુલબેનને મશરુમની ખેતીનુ પ્રમાણપત્ર મેળવીને 50 લાખ રુપિયાના ખર્ચે કેનેડામાં પીઆર અપાવવાની ઓફર કરી હતી. જો કે, લૉકડાઉનના કારણે પ્રક્રિયા રાખી હતી.

ત્યારબાદ સુનિલે 3 લાખમાં મશરુમની ખેતીનુ પ્રમાણપત્ર અપાવીને 25 લાખમાં કેનેડા મોકલવાની લાલચ આપી હતી. જેના માટે પારુલબેને દુકાન ગીરવે મૂકીને 20 લાખની લોન લઈને પૈસા સુનિલને આપી દીધા હતા. પરંતુ સુનિલે વિઝાની કોઈ પ્રોસેસ કરી નહોતી અને જીમ બંધ કરીને હરિયાણા ભાગી ગયો હતો. આ રીતે સુનિલે અન્ય ત્રણ લોકો પાસેથી પણ લાખો રુપિયા લીધા હતા તેમજ રાજકોટમાં એક ફાઈનાન્સર પાસેથી અમદાવાદમાં જીમ બનાવવા માટે 82 લાખ વ્યાજે લીધા હતા જે પાછા આપ્યા નહોતા.

English summary
Cheating in the lure of getting Canada PR in Thaltej-Shilaj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X