અમદાવાદઃ છારાનગરના રહીશોની નવી ટીપી મામલે જાહેર સુનાવણી

અમદાવાદઃ છારાનગરના રહીશોની નવી ટીપી મામલે જાહેર સુનાવણી

અમદાવાદ મહાનગરપાલિકા ઉત્તર ઝોન ઓફિસ ખાતે ટી.પી સ્કીમ ૯૬( બી) ના અમલ અર્થે છારાનગર રોડના પીડિતો દ્વારા જાહેર સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી. આ જાહેર સુનાવણીમાં છારાનગર રોડના રહીશો ઉપરાંત હરિદર્શન ફ્લેટના રહીશો તેમજ સદર પીડિતો વતી હાજર રહેલ અલ્પસંખ્યક અધિકાર મંચની ટીમ દ્વારા ડ્રાફ્ટ ટી.પી સામે પોતાની રાજુઆત કરી. જાહેર સુનાવણીમાં વિવિધ મુદ્દાઓ પર છારાનગરના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

chharanagar

છારાનગર રોડ – કુબેરનગર વિસ્તારના રહીશો દ્વારા ૯૦ થી વધુ વાંધા અરજીઓ આસી.એસ્ટેટ ઓફિસર / આસી.ટી.ડી.ઓ - ઉત્તર ઝોન -અ.મ્યુ.કો, મેમ્કો ઓફિસે દાખલ કરવામાં આવેલ છે. આ વાંધા અરજીઓ મુખ્યત્વે અ.મ્યુ.કો દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં રહેતા રહીશો સાથે કરવામાં આવેલ ભેદભાવ સામે કરવામાં આવેલ છે. ઉપરોક્ત વિભાગના સર્વેયર દ્વારા પૂર્વગ્રહ રાખી માર્કિંગ કર્યું છે. તેમણે રોડની સેન્ટર સાઈડને અવગણી લોકોના ઘરના મુખ્ય દરવાજાથી ટી.પી ના અમલ માટે માર્કિંગ કર્યું છે. ઉપરાંત રોડની એક સાઈડ ૧૮ ફુટ માર્કિંગ છે તો બીજી સાઈડ ૫ ફુટ માર્કિંગ છે. છારાનગરના રહીશો જ્યાં રહે છે ત્યાં ૧૮ થી ૨૦ ફુટ નું ટી.પી માર્કિંગ છે અને સામે ની રોડ સાઈડ પર જ્યાં અન્ય જ્ઞાતિના લોકો રહે છે ત્યાં ૫ ફુટ થી પણ ઓછું માર્કિંગ છે જે મહાનગરપાલિકા સર્વેયરનું પૂર્વગ્રહયુક્ત કાર્ય છે. તેમજ સદર રોડ સીધો નથી પણ વળાંક વાળો છે તેમ છતાં સર્વેયરે રોડ સીધો છે તેવી ધારણા બાંધી સીધે સીધું માર્કિંગ કર્યું છે. જેનાથી રહીશોના તમામ મકાન કપાત થઇ શકે છે. પરિણામે અનેક પરિવારો ઘર વિહોણા થઇ શકે છે.

મહાનગરપાલિકા દ્વારા જે ડ્રાફ્ટ ટીપી રોડ છે તે ભૂલભરેલો છે એટલા પહોળા રોડની સદર વિસ્તારમાં કોઈ જરૂરત નથી કેમ કે અહીં ના કોઈ હોસ્પિટલ છે, ના કોઈ મોટી સરકારી સંસ્થા કે ઓફિસ છે, ના કોઈ સરકારી કે ખાનગી કૉલેજ છે, ના કોઈ એરપોર્ટ છે, ના કોઈ મોટું રેલ્વે જંકશન છે. અ.મ્યુ.કો એ સદર રોડ પર થોડા સમય પૂર્વે જે ટી.પી માર્કિંગ કર્યું હતું અને હાલમાં જે ટીપી માર્કિંગ કર્યું છે તેમાં ખૂબ વિરોધાભાસ છે અ.મ્યુ.કો પોતે વિમાસણમાં છે કે ખરેખર સદર રોડ પર કેટલું માર્કિંગ જરૂરી અને યોગ્ય છે. આખા કુબેરનગરમાં કોઈ જગ્યાએ ૬૦ ફુટના રોડ નથી. અહીં ફક્ત છારા લોકોને કેવી રીતે બેઘર કરી શકાય તેવું પૂર્વગ્રહ સાફ દેખાઈ રહ્યું છે.

મનપાના અધિકારીઓએ આ મુદ્દે જણાવ્યું હતુ કે, ટી.પી સ્કીમ બનાવાનું કામ રાજ્ય સરકારનું છે. અમારે તો ફક્ત ટી.પી નું અમલીકરણ કરવાનું હોય છે અને રાજ્ય સરકારના એક પરિપત્ર મુજબ રહેણાકના પીડિતોને વૈકલ્પિક વ્યવસ્થા મળશે. અમો તમોને કોઈ રાહત નહિ આપી શકીએ. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૬ ના ઠરાવ હેઠળ ટી.પી સ્કીમનો નકશો બનાવેલો છે અને તેના માટે તમોને રજૂઆત કરવા તક આપી હશે અને અમો સદર ઠરાવ મુજબ જ કાર્ય કરી રહ્યા છીએ.

છારાનગરના વિધવા મહિલાઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી. મુખ્યત્વે તેઓએ કહ્યું કે અન્ય સમુદાયની જેમ છારા સમુદાયમાં પણ વ્યસનનું ચલણ વધુ છે. તેથી છારા સમુદાયમાં મહિલાઓ ખૂબ નાની ઉંમરમાં વિધવા થઇ જાય છે અને છારા સમુદાયમાં જૂની પેઢીમાં વિધવાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે અને તેઓ પાસે આજીવિકા પાસે કોઈ સાધન ન હોવાથી ઉપરાંત સરકારની પણ ખાસ કોઈ સહાય ન હોવાથી તેઓ ખૂબ વ્યથિત જીવન જીવે છે. આજે છારાનગર રોડ પર ટી.પી ૯૬(બી) નું અમલ થવા જઈ રહ્યું છે અને જે લોકો બેઘર બનશે તેમાં મુખ્યત્વે ૫૦ ટકા વિધવા મહિલાઓ છે. જેઓ ઓસવાળુ જીવન જીવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X