CMએ રાજસ્થાન હોસ્પિટલમાં નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, રાજસ્થાન હોસ્પિટલની આરોગ્યલક્ષી ડિજિટલ પહેલ નાગરિકોની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે, રાજસ્થાન હોસ્પિટલની આરોગ્યલક્ષી ડિજિટલ પહેલ નાગરિકોની આરોગ્યસુખાકારીમાં વધારો કરશે. નૂતન ઓપીડી સુવિધા, બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય સંબંધી સેવાઓના નવતર અભિગમ નવજાત શિશુ અને સગર્ભા બહેનોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અસરકારક સાબિત થશે.

બજેટમાં રૂપિયા 5 કરોડની જોગવાઇ

બજેટમાં રૂપિયા 5 કરોડની જોગવાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અબાલવૃદ્ધ નાગરિકોના આરોગ્યની દરકાર કરીને અનેકવિધ સ્વાસ્થ્યલક્ષીપહેલ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ 60થી વધુની વયના નાગરિકોને ઘરે બેઠા સેમ્પલ કલેક્શન સુવિધાની નવતર પહેલ હાથધરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં રૂપિયા 5 કરોડની જોગવાઇ આ પહેલની શરૂઆત માટે કરવામાં આવી છે.

રાજસ્થાન હોસ્પિટલ ઉત્કૃષ્ટ ઉદાહરણ

રાજસ્થાન હોસ્પિટલ ઉત્કૃષ્ટ ઉદાહરણ

આ પ્રસંગે મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, સરકાર સાથે સામાજિક, ધાર્મિક અને સેવાભાવી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહિયારા પ્રયાસોનાપરિણામે રાજ્યના વિકાસની ગતિને તેજ બનાવીને સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ કરી શકાય છે, જેનું રાજસ્થાન હોસ્પિટલ ઉત્કૃષ્ટઉદાહરણ છે.

ગુજરાત સરકારે નાગરીકલક્ષી ઘણી સેવાઓને ડિજિટલ કરી

ગુજરાત સરકારે નાગરીકલક્ષી ઘણી સેવાઓને ડિજિટલ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને આગળ ધપાવતી ગુજરાત સરકારે નાગરીકલક્ષી ઘણી સેવાઓને ડિજિટલ કરી છે. જેપરિપાટી પર ચાલીને આજે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા પણ દરિદ્રનારાયણની સેવાને વધુ સુદૃઢ બનાવવા ડિજિટલાઇઝેશનનો અભિગમઅપનાવવામાં આવ્યો છે, જે સરાહનીય છે.

કોરોનાકાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને સાર્થક કરીને સમગ્રદેશમાં કોરોના રસીકરણ અભિયાન મહાઅભિયાન બન્યું, જેના પરિણામે આજે આપણે કોરોના સામે સુરક્ષિત બન્યા છીએ, એમ મુખ્યમંત્રીએઉમેર્યું હતું.

ચાર દાયકા પહેલાં રાજસ્થાનથી આવીને ગુજરાતમાં વસેલા રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટી પરિવારોને હોસ્પિટલમાં આવતા વિવિધ પ્રાંતનાદર્દીઓની સેવાનો યજ્ઞ અવિરતપણે આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

તંત્રને નવતર અભિગમ બદલ શુભેચ્છાઓ પાઠવી

તંત્રને નવતર અભિગમ બદલ શુભેચ્છાઓ પાઠવી

આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે રાજ્યના દરેક વ્યક્તિને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનુંજણાવ્યું હતુ.

તેમણે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ પ્રાંતમાંથી આવતા દર્દીઓ અને રાજ્યના દર્દીઓને ઉત્તમ આરોગ્યસેવાઓઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનું જણાવી સમગ્ર હોસ્પિટલ તંત્રને નવતર અભિગમ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 2008ના સિરિયલ બ્લાસ્ટ વખતે અમદાવાદ સિવિલની સાથોસાથ રાજસ્થાન હોસ્પિટલ દ્વારાસપોર્ટિવ કેરમાં કરવામાં આવેલી સેવાઓ અને અદા કરવામાં આવેલી મહત્વની ભૂમિકાને લોકસમક્ષ મૂકીને સંસ્મરણોને વાગોળ્યાં હતાં.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમમાં આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી કિટ પણ અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાંઅસારવા વોર્ડના કાઉન્સિલરો, હોસ્પિટલના ચેરમેન પી. આર. કાકડિયા, સેક્રેટરી મહેન્દ્ર શાહ સહિત મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અનેતબીબો ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X