For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શહેઝાદ ખાન સહિત છથી આઠ કોંગ્રેસ કોર્પોરેટર AIMIM ચીફ ઓવૈસીને મળ્યા

AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ ખાન તેમને મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર શહેઝાદ ખાન તેમને મળ્યા છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોંગ્રેસના કોર્પેરેટર શહેશાદ ખાનને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ ન મળતા તેઓ AIMIMમાંથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે શહેઝાદ ખાન છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજ છે. શહેઝાદ ખાન સાથે કોંગ્રેસના છથી આઠ જેટલા કાઉન્સિલરોએ પણ ઓવૈસી સાથે મુલાકાત કરી હતી. તેઓ પણ AIMIMમાં શામેલ થઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે. જો કે, કોંગ્રેસના કાઉન્સિલરો AIMIM ચીફ ઓવૈસીને કયા કારણોસર મળ્યા તે વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

owaisi

હાલમાં અસદુદ્દીન ઓવૈસીના આવવાથી અમદાવાદમાં સિટી વિસ્તારમાં મિની રોડ શો જેવો માહોલ જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ આવ્યા છે જ્યાં તેઓ આજે આખો દિવસ રોકાવાના છે. શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે તેઓ મુલાકાત કરશે. તેઓ આજે સાબરમતી જેલમાં બંધ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને સૌથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે તે પહેલા જ કાનપુર લેમન ટ્રી હોટલમાં પોલિસે તેમને અટકાવી લીધા હતા. બરેલીથી પ્રયાગરાજની સેન્ટ્રલ જેલમાં ખસેડાયેલા અને માફિયામાંથી નેતા બનેલા અતિક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 જૂને 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેના પર અપહરણ, ધમકી આપવી, ઉચાપત સહિતના અનેક કેસો છે.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવેસી ઉત્તર પ્રદેશના 3 દિવસીય પ્રવાસે હતા જ્યાં એક જાહેરસભામાં અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન દીકરા સાથે પહોંચ્યા હતા અને AIMIMમાં પરિવાર સાથે જોડાયા હતા. પરવીને કહ્યુ હતુ કે સાબરમતી જેલમાં બંધ તમારા ભાઈનો પત્ર લઈને આવી છુ અને એક પત્ર વાંચ્યો હતો અને કહ્યુ હતુ કે હવે બીજાના ઝંડા ઉઠાવવાનો સમય પૂરો થયો અને સમગ્ર દેશમાં પોતાનો હિસ્સો લેવાનો સમય આવી ગયો છે. ઓવૈસી આજે અમદાવાદમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા બુદ્ધિજીવી લોકો તેમજ પત્રકારોને પણ મળશે. નોંધનીય છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM વર્ષ 2022માં 85થી 90 જેટલી સીટ પર વિધાનસભા ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે.

English summary
Congress corporators Shahzad Khan, met AIMIM chief Owaisi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X