ફિજીના નાયબ વડાપ્રધાન અને ડેલીગેટ્સે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
Gandhi Ashram: ગુજરાતના પ્રવાસે પધારેલા ફિજીના નાયબ વડાપ્રધાન તથા નાણામંત્રી બીમન પ્રસાદ અને ફિજીના અન્ય ડેલીગેટ્સે અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ તેમજ ગાંધી આશ્રમના સ્ટાફ દ્વારા સુતરની આંટી પહેરાવીને ફિજીના નાયબ વડાપ્રધાન તથા નાણામંત્રી બીમન પ્રસાદ અને ફિજીના અન્ય ડેલીગેટ્સનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

બીમન પ્રસાદે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેઓએ ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું. ગાંધી આશ્રમમાં સ્થિત પુસ્તક ભંડારમાંથી તેઓએ પુસ્તકોની ખરીદી કરી હતી.












Click it and Unblock the Notifications
