હોસ્પિટલ સુધી પહોંચ્યો ડ્રગ્સનો દાનવ, SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

SVP Hospital: હવે મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સના સકાંજામાં સપડાઈ રહ્યા છે. અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો છે. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ SVPમાં આવીને ડ્રગ્સ લેતો હતો.

સિક્યુરિટી સ્ટાફની પૂછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેવા માટે SVPમાં છેલ્લા કેટલાય દિવસથી આવતો હતો.

સિક્યુરિટીની સજાગતાના કારણે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં SVP ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

SVP hospital

આ સમગ્ર ઘટના અંગે સોલા સિવિલ હોસ્પિટલના ડીને જણાવ્યું હતું કે, SVP હોસ્પિટલ દ્વારા 2 દિવસ બાદ પણ સોલા સિવિલને હજુ સુધી જાણ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, એસવીપી હોસ્પિટલ અને સોલા સિવિલ દ્વારા મામલાને દબાવવા માટેના તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X