કોરોનાના કહેરના કારણે ગુજરાત હાઈકોર્ટ પરિસર બંધ, 20 તારીખથી શરૂ થશે કેસોની ફાઈલિંગ
કોરોના મહામારીના પ્રકોપના કારણે ગુજરાત હાઈકોર્ટ પરિસરને ફરીથી બંધ કરી દેવામાં આવ્યુ છે.
ગાંધીનગરઃ કોરોના મહામારીના પ્રકોપના કારણે ગુજરાત હાઈકોર્ટ પરિસરને ફરીથી બંધ કરી દેવામાં આવ્યુ છે. તે ચાર દિવસ સુધી બંધ રહેશે. ત્યારબાદ 20 ઓક્ટોબરથી કેસની નિયમિત રીતે ફાઈલિંગ શરૂ થશે. જાહેરાતમાં જણાવવામાં આવ્યુ કે પરિસરને સોમવાર સુધી બંધ રહેવા છતાં ઈ-ફાઈલિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. જો કે આ દરમિયાન હાઈકોર્ટના ન્યાયિક તેમજ પ્રશાસનિક કામ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટ પરિસરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. તેને જોતા ફરીથી પરિસરને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવશે. આ સાથે જ હાઈકોર્ટની રજિસ્ટ્રી સાથે સાથે પરિસરમાં સ્થિત અન્ય કાર્યાલયોના બધા અધિકારીઓ તેમજ સ્ટાફનો એંટીજન ટેસ્ટ કરવામાં આવશે. ચાર દિવસ દરમિયાન કોરોનાના ટેસ્ટિંગ જ્યુડિશિયલ એકેડમીમાં થશે અને ત્યારબાદ સેનિટાઈઝેશન કરવામાં આવ્યુ.
અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કહેવામાં આવ્યુ છે કે રજાના 4 દિવસોમાં હાઈકોર્ટ પરિસરની સફાઈ અને સેનિટાઈઝેશનનુ કામ કરવામાં આવશે. પરિસરની અંદર જ્યાં જ્યાં સફાઈ કામ તેમજ સેનિટાઈઝેશન થશે તેમાં ચેમ્બર, ઑફિસ, રેકોર્ડ રૂમ, વૉશ રૂમ શામેલ છે. કોરોના કાળ દરમિયાન ગયા માર્ચ મહિનાથી અત્યાર સુધી 7 મહિનામાં આવુ ત્રીજી વાર થયુછે જ્યારે હાઈકોર્ટ પરિસરને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
