ગુજરાતની આ ગાયિકાના પરફોર્મન્સ દરમિયાન ઉડ્યા ડોલ ભરીભરીને પૈસા, જુઓ વીડિયો

લોક ગાયિકા ઉર્વશી રાદડિયાનો એક વીડિયો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમદાવાદનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન પૈસાનો એટલો બધો વરસાદ થયો કે, બધા જોતા રહી ગયા

અમદાવાદ : લોક ગાયિકા ઉર્વશી રાદડિયાનો એક વીડિયો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમદાવાદનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન પૈસાનો એટલો બધો વરસાદ થયો કે, બધા જોતા જ રહી ગયા. આ વીડિયોમાં ઉર્વશી પર ડોલ ભરીને પૈસાની વર્ષા કરવામાં આવી રહી છે.

રૂપિયાના વરસાદ વચ્ચે પણ સતત ગાતી રહી ઉર્વશી

રૂપિયાના વરસાદ વચ્ચે પણ સતત ગાતી રહી ઉર્વશી

સોશિયલ મીડિયા પર જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્વશી રાદડિયા એક ઈવેન્ટમાં પરફોર્મ કરી રહી છે, ત્યારેએક વ્યક્તિ તેના પર નોટોથી ભરેલી ડોલ વડે રૂપિયા વરસાવે છે.

આ પહેલાથી જ ઉર્વશીની ચારે બાજુ નોટોની ચાદર છવાયેલી છે. આ જોઈને ત્યાં જોરથી તાળીઓપડવા લાગે છે. ગીત ગાતી ઉર્વશી રાદડિયા પાછળ પૈસાનો ઢગલો જોઇ શકાય છે.

ઉર્વશીએ પોતે શેર કરી આ કાર્યક્રમની તસવીરો

ઉર્વશી રાદડિયાએ પોતે પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, "શ્રી સમસ્ત હીરાવાડી ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજનકરવામાં આવ્યું છે, જેમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમારા અમૂલ્ય પ્રેમ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

કોણ છે ઉર્વશી રાદડિયા?

કોણ છે ઉર્વશી રાદડિયા?

માત્ર 6 વર્ષની ઉંમરથી જ ગાવાનો શોખ ધરાવતી ઉર્વશી ગુજરાતની લોક ગાયિકા છે. તેમની ગણના ગુજરાતના ટોચના ગાયકોમાં થાય છે.

ઉલ્લેખનીય છે કે, તેમનોઉછેર અમદાવાદમાં થયો હતો. નાનપણથી જ તેમણે આઈએએસ બનવાનું સપનું જોયું હતું, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે તે ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકી નહતી, પરંતુ તેના અવાજે તેને એ ઉંચાઈ આપી કે, આજે આખું ગુજરાત તેને ઓળખે છે. ઉર્વશી 'નાગર નંદ જી ના લાલ' ગીતથી પ્રખ્યાત થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X