દલિતોના શિક્ષણના ભોગે થશે વિકાસ, ગાંધી આશ્રમમાંથી શૈક્ષણિક સંકુલોની બાદબાકી
સમગ્ર ગુજરાત ભારત દેશ અને વિશ્વ પણ જાણે છે, અમદાવાદમાં સાબરમતી ખાતે ગાંધી આશ્રમ આવેલો છે. સદર ગાંધી આશ્રમ આઝાદી પૂર્વે ઇસવીસન 1926માં ગાંધીજીએ અંત્યજોના ઉત્થાન માટે ફક્ત અને ફક્ત દલિતોના વિકાસ માટે સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની સ્થાપના કરેલા હતી અને ખુદ ગાંધીજી અહીંયા બાલમંદિર બનાવી હતું.
જે બાદ ભક્તો વખત પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા પીટીસી કોલેજ જેવા શૈક્ષણિક સંકુલો બનાવ્યા હતા આ ગાંધી આશ્રમમાં દલિત સમાજની અંતરિયાળ વિસ્તારમાં રહેતી પછાત સમાજની હજારો દીકરીઓ મોંઘુ ડાટ શિક્ષણ લેવા આર્થિક રીતે સક્ષમ નથી અને પોતાના ગામમાં જ્યાં અદ્યતન શિક્ષણની સુવિધા નથી, ત્યારે આ ગાંધી આશ્રમમાં હજારો દીકરી અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે, પરંતુ થોડા દિવસ પહેલા ટ્રસ્ટીઓના માધ્યમથી સંકુલો અને છાત્રાલયોને ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.

જે બાદ વાલીઓએ સામાજિક આગેવાન ચંદ્રિકા સોલંકીને રૂબરૂ મળીને તેમજ પત્રો પાઠવીને ચિંતા વ્યક્ત કરી હતી કે, ગાંધી આશ્રમમાંથી જો આ શૈક્ષણિક સંકુલો તોડી પાડવામાં આવશે, તો દલિત સમાજની હજારો દીકરીઓનું ભવિષ્ય અંધકારમય થઈ જશે.
દલિત સમાજના આગેવાન ચંદ્રિકા સોલંકી એ 1934 થી 1939 સુધીના ગાંધીજીના પત્રોનો ટૂંકમાં અભ્યાસ કરીને માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં પુરવાર થતું હતું કે, ત્યારે સાબરમતી રોડ પર આવેલો ગાંધી આશ્રમ જે 110 એકરમાં પથરાયેલું છે, તેને ગાંધીજીએ ફક્ત અને ફક્ત અંત્યજોની ઉન્નતિ માટે દલિત સમાજના ઉત્થાન માટે સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના કરી હતી, તો ગાંધીજીના સપનાંને છિન્ન ભિન્ન કરવાનો અધિકાર કોણે આપ્યો? અને શા માટે આપ્યો??
વધુમાં ચંદ્રિકા સોલંકી જણાવ્યું હતું કે, ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ પૈકી જયેશ પટેલ કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જમાઈ છે, એમણે શા માટે શૈક્ષણિક સંકુલો ખાલી કરાવવાની નોટિસ આપતા પહેલા ત્યાં રહેતા વિદ્યાર્થીની શિક્ષકો અને ગૃહ માતા સાથે વાતચીત કે ચર્ચા વિચારણા કર્યા વિના જાણે પોતે જ આ 110 એકરમાં પથરાયેલ ગાંધી આશ્રમના વારસાગત વારસદાર હોય જાણે કે પોતાના બાપ દાદા ની પેઢી હોય, પોતાની પર્સનલ પ્રોપર્ટી હોય એવી રીતે પોતે માલિક છે અને આશ્રમમાં રહેતા શિક્ષકો ગૃહ માતાઓ અને વિદ્યાર્થીની ઓ ભાડુઆત હોય તેમ નીકળી જવાનો હુકમ કઈ રીતે કરી શકે??
વધુમાં ચંદ્રિકા સોલંકી એ એવી ભીતિ વ્યક્ત કરી હતી કે, સમગ્ર સંકુલને તેમજ છાત્રાલયો ને તોડીને નવા શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો બનશે ત્યારે દોઢ વર્ષ બાદ અહીંયા પુનઃ તમામને સ્થાપિત કરવામાં આવશે એવી મૌખિક જાણ કરી છે, પરંતુ આશંકા વર્તાઈ રહી છે કે, જો ખરેખર ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ દલિતોનું ઉત્થાન કરવા માગતા હોય સદર સંકુલોનું ડેવલોપમેન્ટ કરવા માગતા હોય તો ઠરાવ કરીને લેખિતમાં બાહેદરી શા માટે આપવામાં નથી આવી?

એટલે ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટીઓ અને સરકારની નિયતમાં ખોટ દેખાઈ રહી છે અને એટલે જ અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને આવેદન પાઠવું છે કે, જ્યાં સુધી નવા સંકુલો બને નહીં ત્યાં સુધી હાલ જેટલા પણ શૈક્ષણિક સંકુલો છે અને છાત્રાલય છે એને મૂળ સ્થિતિમાં યથાવત રાખવામાં આવે, જો આ બાબતે હકારાત્મક વલણ રાખવામાં નહીં આવે તો આવનાર સમયમાં સમગ્ર દલિત સમાજ ને આ બાબતે ગામડે ગામડે ફરીને પોતાના હક અને અધિકાર પ્રત્યે જાગૃત કરશે.
ગાંધી આશ્રમ એ કોઈના પણ બાપની જાગીર નથી એ ફક્ત અને ફક્ત દલિતોના ઉત્થાન માટે અંત્યજોના વિકાસ માટે ગાંધીજીએ બનાવેલી આ સંસ્થા છે. એને કોઈ પણ વ્યક્તિ પોતાની જાગીર સમજીને છીનવી લેવાની કોશિશ કરશે તો એ સાખી લેવામાં નહીં આવે અને સમગ્ર સમાજને જાગૃત કરી આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચંદ્રિકા સોલંકી એ ઉચ્ચારી હતી.













Click it and Unblock the Notifications
