નકલીનો અસલી ખેલ, અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજના ચોંકવનારા કારનામા, હવે ડિગ્રીને લઈને વિવાદ
fake judge in Ahmedabad: રાજ્યમાં નકલી પોલીસ, ધારાસભ્યના PA,સરકારી અધિકારી સહિતના લોકો ઝડપાઈ રહ્યા છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી નકલી જ્જ બનીને કામગીરી કરતો વ્યક્તિ ઝડપાયો હતો.
22 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારે હવે તેની પૂછપરછ દરમ્યાન અનેક ખુલાસા થઈ રહ્યા છે.
અમદાવાદમાં 22 ઓક્ટોબરના રોજ નકલી જજ બનીને કામગીરી કરનાર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
22 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી અને તેને ત્યારે તેજ દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોરિસ સેમ્યુઅલે કોર્ટમાં પોતે ઓર્બિટ્રેટર જ્જ અને લવાદ હોવાનો દાવો કર્યો હતો.
આ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નામનો યુવક છેલ્લા 9 વર્ષથી કોર્ટ ચલાવતો હતો અને અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના શહેરોની જમીન અંગે ચુકાદા આપતો હતો.

મોરિસ અનુસાર, તેણે કાયદાશાસ્ત્રમાં PHD કરી છે અને તે પોતાની ઓળખ ઓર્બિટ્રેટર કમ કાઉન્સિલિ એટર બનીને કામકાજ કરતો હતો.
કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે તેની તપાસ શરૂ કરી હતી, ત્યારે પોલીસ તપાસ દરમિયાન તેની ડિગ્રીને લઈને નવો ખુલાસો સામે આવ્યો છે.
આરોપી પાસે LLDની ડિગ્રી ટોનગો યુનિવર્સિટી છે. આ ડિગ્રી સમાજિક કાર્યકરોને બહુમાન તરીકે આપવામાં આવે છે. મોરિસ પાસે LLBની પણ ડિગ્રી છે, જો કે, મોરિસે જે યુનિવર્સિટીમાંથી LLB કર્યું છે. તે યુનિવર્સિટી બાર કાઉન્સિલમાં માન્ય પણ નથી.
સાથે સાથે તેણે PHD પણ કરી હોવાનો દાવો કર્યો હતો. જો કે, તેની પાસે રહેલી PHD ડિગ્રી પણ ખોટુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
વધુમાં મોરિશ સેમિયુલ ક્રિશ્ચિયન સામે વધુ એખ ગુનો અમદાવાદના કાંરજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પચાવવાના ચુકાદાને લઈને ગુનો નોંધાયો છે.












Click it and Unblock the Notifications
