અમદાવાદમાં ગેંગ વોરની ઘટના, દશેરાના ગરબામાં કરાયુ ફાયરીંગ, પોલીસ શંકાના દાયરામાં
અમદાવાદમાં ફાયરીંગની ઘટના બની છે. દશેરાની રાત્રે ગરબામાં ફાયરીંગની ઘટના બની છે. મળતી માહિતિ મુજબ અમદાવાદના વસ્ત્રાલમાં રાત્રે આ ફાયરીંગની ઘટના બની હતી. સકોલ સેન્ટરના પ્રોટેક્શન મની બાબતે બે ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટના બની
અમદાવાદમાં ફાયરીંગની ઘટના બની છે. દશેરાની રાત્રે ગરબામાં ફાયરીંગની ઘટના બની છે. મળતી માહિતિ મુજબ અમદાવાદના વસ્ત્રાલમાં રાત્રે આ ફાયરીંગની ઘટના બની હતી. સકોલ સેન્ટરના પ્રોટેક્શન મની બાબતે બે ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટના બની છે. આ ફાયરીંગની ઘટનામાં અમદાવાદની ઘુવડ ગેંગ શામેલ હોવાનુ જાણવા મળ્યુ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સોલામાં કિર્તિદાન ગઢવીના ગરબામાં એ્ટ્રી માટે ઘુવડ ગેંગના સભ્યએ ફોન કર્યો હતો. આ સભ્યને ગરબામાં એન્ટ્રી આપવામાં દેવામાં ના આવતા બન્ને ગેંગ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઉપરાંત ઘુવડ ગેંગ કોલ સેન્ટર ચલાવતુ હોવાથી તેનો પ્રોટેક્શન મની બાબતે બીજી ગેંગ સાથે પહેલાથી જ ઝઘડો ચાલતો હતો.
આ ઘટનાની અદાવત રાખીને દશેરાના દિવસે વસ્ત્રાલમાં આવેલી સોસાયટીમાં ચાલતા ગરબામાં બન્ને ગેંગ સામસામે આવી ગઇ હતી. ઘુવડ ગેંગના સભ્યોએ ચાલુ ગરબામાં બીજી ગેંગ પર ફાયરીંગ કરતા એ ગેંગે પણ પલટવાર કર્યો હતો અને ચાકુ છુરીથી હુમલો કર્યો હતો. ફાયરીંગ થતા ગરબામાં નાસભાગ મચી ગઇ હતી. ઘુવડ ગેંગના સભ્યોની લાંબી ઓળખાણના કારણે પોલીસે પણ મામલો દબાવવાની કોશિશ કરી હોવાની ચર્ચા થઇ રહી છે.
આ મામલો વધુ બિચકતા પોલીસે આ મામલો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ ચાલી રહી છે અને જે પણ ગુનેગાર હશે તેને બક્ષવામાં આવશે નહી.












Click it and Unblock the Notifications
