ગરબાને મળશે વૈશ્વિક ઓળખાણ, અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે જાહેર કરશે UNESCO
Intangible Cultural Heritage: યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) ગુજરાતના લોક નૃત્ય ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
બુધવાર, 6 ડિસેમ્બર, 2023 ના રોજ બોત્સ્વાનામાં યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાશે. આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર લગભગ સાંજે 6 કલાકે યોજાશે.

યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલનનું લાઈવ સ્ક્રીનિંગ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કરવામાં આવનાર છે. 29 જિલ્લાઓમાં લાઇવ સ્ટ્રીમિંગ સાથે ગુજરાતના ચાર આઇકોનિક સ્થળોએ પરંપરાગત ગરબા સાથે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
UNESCO દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો તરીકે જાહેર કરવામાં આવે, એ કરોડો ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ હશે.












Click it and Unblock the Notifications
