અમદાવાદ સહિત રાજ્યના તાપમાનમાં સામાન્ય ઘટાડો, આગામી સાત દિવસ કહેવુ રહેશે તાપમાન? જાણો હવામાન વિભાગની આગાહી
Winter Forecast: રાજ્યમાં હવે ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે. લોકોએ સ્વેટર અને ધાબડા કબાટમાંથી બહાર કાઢ્યા છે. ત્યારે આજે એટલે ગુરુવારના રોજ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધુ હતું.
મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેલ્સિયસ સામાન્ય કરતાં 1.2 ડિગ્રી વધુ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી અનુસાર, શુક્રવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.
અમદાવાદના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ સુકૂં તાપમાન રહેશે. આ સાથે આવનારા પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે.
બે દિવસ બાદ ઘટશે તાપમાન
રાજ્યમાં આજના દિવસે તાપમાન વધશે. જે બાદ તાપમાન ફરીથી નીચું જઇ શકે છે.આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. પવનની દિશા બદલાવવાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
છેલ્લા 24 કલાકનું તાપમાન
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમરેલી અને વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું જ્યારે ગાંધીનગરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ સાથે રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી 24 કલાકમાં અમદાવાદમાં 17 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
આ જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચુ રહેશે
આજે અમદાવાદ, અમરેલી, જુનાગઢ,મોરબી, તાપી સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, ખેડા, પાટણ, સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.












Click it and Unblock the Notifications
