અમદાવાદીઓ માટે ખુશખબર, હવે મેટ્રો સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધી દોડશે
મેટ્રો રેલને હવે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં અપડાઉન કરતા લોકોને ફાયદો થશે.
અમદાવાદ : અમદાવાદીઓ માટે વરસાદરૂપ સાબિત થઈ જવા રહેલી મેટ્રો રેલને લઈને શહેરીજનો માટે વધુ એક ખુશખબર આવ્યા છે. મળતી વિગતો અનુસાર મેટ્રો રેલને હવે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં અપડાઉન કરતા લોકોને ફાયદો થશે.

ગુજરાત મેટ્રો રેલ કંપનીએ એ નિવેદન જારી કરી જણાવ્યુ કે, અમદાવાદ મેટ્રો ફેસ-૧નું સમયપત્રક હાલ સવારે ૯ થી રાત્રે ૮ વાગ્યા સુધીનું છે તેને વધારવા માટે રજૂઆતો મળી છે. આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા 30 જાન્યુઆરીથી હાલના સવારના થી સાંજના 8 વાગ્યાની સમય મર્યાદા વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી કરવાનો નિર્ણય કરાયો છે. હાલ હંગામી ધોરણે આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદ મેટ્રોના પહેલા ફેઝમાં હાલ પૂર્વ-પશ્ચિમમાં દર ૧૮ મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર ૨૫ મિનિટે ટ્રેનની વ્યવસ્થા છે. આને મુસાફરોની સંખ્યા જોતાં દર ૧૫ મિનિટળા સુધી કરવાની તૈયારી રાખેલ છે. અહીં મેટ્રો દ્વારા જણાવાયુ છે કે, આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
