અમદાવાદીઓ માટે ખુશખબર, હવે 15 મિનિટે મેટ્રો મળશે, સમયમાં પણ મોટા ફેરફાર
અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે અમદાવાદીઓને દર 15 મિનિટે મેટ્રો મળશે. આ સિવાય સવારે 7 થીં 10 વાગ્યા સુધી મેટ્રો ચાલુ રહેશે.
અમદાવાદ : અમદાવાદ મેટ્રોનો પહેલો ફેઝ પુરો થતા હવે અમદાવાદી તેનો લાભ લઈ રહ્યા છે. અમદાવાદની લાઈફ લાઈન બનવા જઈ રહેલી અમદાવાદ મેટ્રોના મુસાફરો માટે હવ મોટા સમાચાર સામે આવ્યા છે. આ પહેલા મેટ્રો રેલ કંપનીએ જાહેરાત કરી હતી કે 30 જાન્યુઆરીથી મેટ્રોની ફિક્વન્સી અને ટાઈમ ટેબલમાં ફેરફાર કરાશે. હવે આ ફેરફાર લાગુ કરાયા છે.

થોડા દિવસ પહેલા એક નિવેદનમાં મેટ્રો રેલ કંપનીએ જાહેરાત કરી હતી કે 30 જાન્યુઆરીથી દર 15 મિનિટે મેટ્રો મળશે. આ સિવાય મેટ્રોના સમયગાળામાં ફેરફાર કરીને સવારના 7 વાગ્યાથી રાતના 10 લાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવશે. હવે આ સમયપત્રક આજથી લાગુ કરાશે.
અહીં તમને જણાવી દઈએ કે, મેટ્રો શરૂ થઈ ત્યારથી અત્યારસુધી દર પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે મેટ્રો મળતી હતી. હવે દર 15 મિનિટે મળશે. આ સિવાય પહેલા મેટ્રો સવારે 9 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી જ ચાલતી તે સમય વધારીને હવે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનો કરાયો છે. હવે તમામ શહેરીજનો મેટ્રોનો પુરો લાભ લઈ શકશે.
અહીં તમને એક વાત એક પણ જણાવી દઈએ કે, કંપનીએ આગળ જતા લોકોની જરૂરીયાત મુજબ સમય અને ફિક્વન્સીમાં ફેરફાર કરવા પણ જણાવ્યુ છે. આગળ જતા કંપની જરૂરિયાત મુજબ નિર્ણય લેશે.












Click it and Unblock the Notifications
