Lok Sabha election 2024:ગુજરાત આમ આદમી પાર્ટીએ કર્યા લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ
Lok Sabha election 2024: આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહાસચિવ મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આગામી એક મહિના સુધી ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠક અને 182 વિધાનસભાની બેઠકો પર જનસંપર્ક અભિયાન શરૂ કરશે.
આમ આદમી પાર્ટીની આ જનસંપર્ક અભિયાનમાં પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ અને નેતાઓ દરરોજ વિધાનસભામાં 2-3 સ્થળોની મુલાકાત લેશે, સભાઓ કરશે અને ડોર ટુ ડોર પ્રચાર કરશે.

ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રશ્નોને લોકો સુધી લઈ જશે. મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. જેમાંથી એક ધારાસભ્ય દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. હાલ રાજ્યની વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે.












Click it and Unblock the Notifications
