For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સરકારી એજન્સીઓનો દુરપયોગ બંધ કરેઃ કોંગ્રેસ

ભાજપ સરકારી એજન્સીઓનો દુરપયોગ બંધ કરેઃ કોંગ્રેસ

By Desk
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો – આગેવાનોને સંબોધન કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેપર ફૂટે પ્રશ્ન ન પૂછો, મોંઘવારી સતત વધે પ્રશ્ન ન પૂછો, રૂપિયાનું સતત ધોવાણ થાય તો પણ પ્રશ્ન ન પૂછો, વેપાર ધંધા પડી ભાંગે પ્રશ્ન ન પૂછો, ખેડૂત આંદોલન ન કરે, બેરોજગાર આંદોલન ન કરે, મહિલાઓ આંદોલન ન કરે, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર માટે બહાર ન આવે તે માટે વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે. સતત જનતાના અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતાશ્રીના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી.

congress

ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષ સામાન્ય - મધ્યમવર્ગ, શોષિત - વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન - નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.

નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે ? કોંગ્રેસ પક્ષ એ ગાંધી - સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં.

ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ સરદારબાગ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો, ચૂંટાયેલા પદાધિકારીઓ, હોદ્દેદારોએ ભાજપ-મોદી સરકારની કિન્નાખોરીની નીતિ સામે સુત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા.

English summary
Gujarat Congress protest for misuse of govt agencies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X