પંજાબથી ફ્લાઇટમાં આવી અમદાવાદ કરતા હતા ચોરી, આ રીતે થયો પર્દાફાશ
Gujarat Crime News : અમદાવાદમાં પોલીસ દ્વારા પંજાબમાંથી બે ચોરોની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને અન્ય રાજ્યોમાં ફ્લાઈટમાં જઈને ચોરીને અંજામ આપતા હતા.
અમદાવાદ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલા ગુનેગારોમાં એક હિસ્ટ્રીશીટર અમરજોત સિંહ અરોરા છે અને બીજો તેનો મિત્ર છે.

અધિકારી દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર બંને ચંદીગઢથી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા હતા. નકલી આધાર કાર્ડ બતાવીને એરપોર્ટ પાસે રૂમ બુક કરાવ્યો હતો. ઓનલાઈન સાઈટ પરથી બાઇક, ગેસ કટર અને ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યું હતું.
જે બાદ અમે ગૂગલ મેપ પરથી અમરાઈવાડીનું એટીએમ શોધી કાઢ્યું હતું. તક જોઈને ગેસ કટરથી એટીએમ કાપીને રૂપિયા 10 લાખ 72 હજાર ઉપાડી લીધા હતા.
જામીન પર બહાર હતો આરોપી - ન્યૂઝ એજન્સી પીટીઆઈના સમાચાર અનુસાર, ચોરી બાદ બંને દિલ્હી માટે ફ્લાઈટમાં ચડી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અમરજોતની હત્યાના કેસમાં 2005માં મોહાલીથી ધરપકડ કરવામાં આવી હતી.
અમરજોત 2010માં જામીન પર બહાર આવ્યો હતો. આરોપીઓએ આ વર્ષે મે-જૂન મહિનામાં મહારાષ્ટ્રના નાગપુર અને પુણેમાં એટીએમ તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે પણ તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને છોડી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
