For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઑફ યુનિટી અને 16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય ખોલવાની ઘોષણા

અનલૉક-5 હેઠળ હવે પર્યટન સ્થળોને ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત કોરોના વાયરસના સંક્રમણથી ઘણુ પ્રભાવિત રાજ્ય રહ્યુ છે. અહીંના પર્યટન સ્થળ છેલ્લા સાત મહિનાથી બંધ છે. અનલૉક-5 હેઠળ હવે પર્યટન સ્થળોને ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે. દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યુ ઑફ યુનિટીને પણ 17 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. વળી, એશિયાઈ સિંહો માટે જાણીતા ગીર અભ્યારણ્યને 16 ઓક્ટોબરથી ખોલવાની ઘોષણા કરવામાં આવી છે. બંને પર્યટન સ્થળ પર સોશિયલ ડિસ્ટંસિંગ સાથે ટુરિસ્ટોને પ્રવેશ આપવામાં આવશે અને તેમને કોરોના કાળના નિયમોનુ પાલન કરવાનુ રહેશે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી 17 ઓક્ટોબરથી ખોલવાનુ એલાન

સ્ટેચ્યુ ઑફ યુનિટી 17 ઓક્ટોબરથી ખોલવાનુ એલાન

કોરોના સંક્રમણના ફેલાવા બાદ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી છેલ્લા સાત મહિનાથી બંધ છે. સરકારે અધિકૃત રીતે હવે તેને 17 ઓક્ટોબરથી ખોલવાનુ એલાન કરી દીધુ છે. સરકારે જાહેરખબર જારી કરીને કહ્યુ કે એક દિવસમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં 2500 પર્યટકોને પ્રવેશની અનુમતિ આપવામાં આવશે. એક વારમાં 500 પર્યટકોને ગેલેરીમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવશે. આ રીતે રોજ ગેેલરીમાં પ્રવેશ માટે બે કલાકના પાંચ ચક્ર હશે.

31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ મનાવવામાં આવશે

31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ મનાવવામાં આવશે

સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં પ્રવેશ માટે ટિકિટનુ બુકિંગ ઑનલાઈન થશે. કાઉન્ટરથી ટિકિટનુ વેચાણ નહિ થાય. પર્યટકો માટે માસ્ક પહેરવુ અનિવાર્ય છે અને તેમને ઉભા રહેવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરની અંદર જગ્યા નિર્ધારિત કરવામાં આવ છે. 31 ઓક્ટોબરે કેવડિયામાં એકતા દિવસ મનાવવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થશે.

16 ઓક્ટોબરે ગીર ખોલવાનો નિર્ણય

16 ઓક્ટોબરે ગીર ખોલવાનો નિર્ણય

16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ્ય પણ ખોલી દેવામાં આવશે. અહીં પણ કોરોના વાયરસ સંક્રમણ કાળના નિયમોનુ પાલન કરવાનુ રહેશે. વન વિભાગે આ માટે નિર્દેશ જારી કરી દીધા છે. આ પહેલા બે સફારી પાર્ક ખોલવામાં આવી ચૂક્યા છે. અહીં આવેલા પર્યટકોના અનુભવો બાદ 16 ઓક્ટોબરે ગીર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. પર્યટકોને સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.

Unlock 5: 7 મહિના બાદ આજથી ખુલશે સ્કૂલ અને થિયેટરUnlock 5: 7 મહિના બાદ આજથી ખુલશે સ્કૂલ અને થિયેટર

English summary
Gujarat: Gir National Park and Statue of Unity will be open.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X