Gujarat Rain : સાબરમતી નદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું, તંત્ર એલર્ટ પર
Gujarat Rain : ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, જેના પરિણામે મોડી રાત્રે 10 વાગ્યે સાબરમતી નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
આ પાણી છોડવાના કારણે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

હાલ ધરોઈ ડેમની જળ સપાટી 618 ફૂટ પર પહોંચી છે, જે તેની ભયજનક સપાટી 622 ફૂટ કરતાં માત્ર થોડી જ ઓછી છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે સાબરમતિ નદીમાં પાણી છોડવામાં આવ્યુ હોય. આ પહેલા પણ સાબરમતિ નદીમાં સતત પાણી છોડાઈ રહ્યું છે. હાલ અમદાવાદમાં સાબરમતિ નદી બે કાંઠે છે અને રિવરફ્રન્ટ મુલાકાતીઓ માટે બંધ કરાયો છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ગુજરાતમાં મોટાભાગની મોટી નદીઓ ગાંડીતુર થઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.












Click it and Unblock the Notifications
