અમદાવાદના ડાયરામાં લોકગાયિકા પર રૂપિયાનો વરસાદ, જુઓ Video
લોકડાયરાના કાર્યક્રમમાં પૈસાનો વરસાદ થયો એ સાંભળીને લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે.
અમદાવાદઃ લોકડાયરાના કાર્યક્રમમાં પૈસાનો વરસાદ થયો એ સાંભળીને લોકોને આશ્ચર્ય થઈ રહ્યુ છે. હાલમાં જ એક ગુજરાત ગાયિકા અને લોકડાયરાના કલાકાર ઉર્વશી રાદડિયાએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં પર્ફોર્મન્સ કર્યુ હતુ એ દરમિયાન મંચ પર ડોલ ભરીને પૈસાનો વરસાદ થયો હતો. તેમનો આખો મંચ પૈસાથી ભરાઈ ગયો હતો. ઉર્વશી રાદડિયાએ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો હતો.

ઉર્વશી રાદડિયાએ પૈસાના વરસાદનો આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે શ્રી સમસ્ત હિરાવાડી ગ્રુપ દ્વારા તુલસી વિવાહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લોકડાયરો પણ યોજાયો હતો. આપ સહુના અમૂલ્ય પ્રેમ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર! ઉર્વશી રાદડિયાના આ વીડિયો પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, 'ઓહ માય ગોડ', બીજા યુઝરે લખ્યુ કે, 'ખૂબ પ્રગતિ કરો અને ચમકો'. અન્ય એક યુઝરે લખ્યુ કે, 'આટલા બધા રૂપિયાનુ શું કરશો?'
તમને જણાવી દઈએ કે ઉર્વશી રાદડિયા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને અવારનવાર તેમના ફોટા અને કાર્યક્રમના વીડિયો શેર કરે છે. તેઓ એક પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા છે. તેઓ કાઠિવાડની કોયલ નામે જાણીતા છે. માત્ર 6 વર્ષની ઉંમરમાં તેમણે સંગીતની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે હિન્દી, પંજાબી, મરાઠી અને રાજસ્થાની ભાષામાં પણ ગીતો ગાયા છે.












Click it and Unblock the Notifications
