For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ કરાઈ જાહેર, એપ્રિલના અંતમાં લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડની માહિતી મુજબ 25 જાન્યુઆરીથી ગુજકેટના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે અને જે 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગુજકેટની પરીક્ષા ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવી છે જે SBI નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન ભરી શકાશે.

students

આ વર્ષે બોર્ડની પરીક્ષા 28 માર્ચથી શરુ થવાની છે જે પૂરી થયા બાદ એપ્રિલના અંતમાં કે મેના પ્રથમ સપ્તાહમાં ગુજકેટ પરીક્ષા લેવાશે. ધોરણ 12 સાયન્સમાં હાલમાં 1 લાખથી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ગયા વર્ષે માસ પ્રમોશનના લીધો કોઈ નાપાસ ન થતા રિપીટર વિદ્યાર્થીઓ આ વર્ષ નહિ હોય માટે ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં વિદ્યાર્થીઓ ઘટશે અને ગુજકેટમાં પણ ગયા વર્ષ કરતા થોડા વિદ્યાર્થીઓ ઘટી શકે છે.

રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જિનિયરીંગ, ડીગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગ્રુપના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્ર્ન્સ ટેસ્ટ(GUJCET-2022)ની પરીક્ષા માટેની માહિતી અને ઓનલાઈન ફોર્મ ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે. GUJCET-2022ની પરીક્ષાનુ ફોર્મ બોર્ડની વેબસાઈટ ww.gseb.org અને gujcet.gseb.org પરથી તારીખ 25 જાન્યુઆરી 2022 બપોરે 12.30 કલાકથી તારીખ 5 ફેબ્રુઆરી 2022 દરમિયાન ઓનલાઈન ભરી શકાશે.

GUJCET એટલે ગુજરાત કોમન એન્ટ્ર્ન્સ ટેસ્ટ. તે રાજ્ય સ્તરની સામાન્ય પ્રવેશ પરીક્ષા છે. તે GSEB દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે છે. પ્રવેશ પરીક્ષા પ્રવેશ અને કાઉન્સિલિંગ પ્રક્રિયા દ્વારા અનુસરવામાં આવે છે. હિંદી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં આ પરીક્ષા આપી શકાય છે.

English summary
GUJCET 2022 form submission date announced, exam may be in April end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X