Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy street ahmedabad : સ્વાદના શોખિન અમદાવાદીઓ માટે ખુશખબર, ફરીથી શરૂ થશે ફેમસ ખાઉગલી હેપ્પી સ્ટ્રીટ

Happy street reopen : પોતાના અણઘડ વહિવટ માટે કુખ્યાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે અમદાવાદની ફેમસ ખાઉગલી હેપ્પી સ્ટ્રીટ બંધ થઈ ગઈ હતી.

હવે અમદાવાદીઓ માટે એક સારા સમાચાર છે. કોર્પોરેશનને મોટે મોડે ભાન થયુ હોય તેમ હવે ભાડુ ઘટાડીને હેપ્પી સ્ટ્રીટને ફરીથી શરૂ કરવા પર વિચાર કરાઈ રહ્યો છે.

Happy street ahmedabad

અમદાવાદ શહેરના ફેમસ લો ગાર્ડન પાસે આવેલી ખાઉગલીને કોર્પોરેશને 8.50 કરોડ રૂપિયા ખર્ચીને હેરિટેજ લુક આપ્યો હતો. જો કે આ પછી ભાડાની લાલચે હેપ્પી સ્ટ્રીટ બંધ થવાની નોબત આવી હતી.

કોર્પોરેશનને નવીનીકરણ કર્યા બાદ ધંધાદારીઓ માટે 90 હજાર રૂપિયા ભાડા રાખ્યુ હતુ. જોતા જોતામાં જ ધંધાદારીઓને ભાડુ ન પોસાયુ અને આ ફેમસ ખાણીપીણી માર્કેટ બંધ થવાની નોબત આવી ગઈ.

જો કે હવે સારા સમાચાર એ છે કે હેપ્પી સ્ટ્રીટને ફરીથી શરૂ કરવા કવાયત શરૂ થઈ છે. બીજી તરફ અહીં ધંધો કરતા જૂના વેપારીઓ પણ ઓછા ભાડે જગ્યાની માંગ કરી રહ્યાં છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ મુદ્દે મીડિયાને જણાવ્યુ કે, હેપ્પી સ્ટ્રીટ શરૂ થઈ ત્યારે એક સ્ટોલ માટે ભાડું 90 હજાર રાખવામાં આવ્યું હતું. કુલ 64 સ્ટોલ લાગી શકે તેવી સ્ટ્રીટમાં હાલ 36 ખાણીપીણી વાળાને સ્ટોલ રાખવામાં માટે પરવાનો આપવામાં આવશે, જેનું ભાડું 25 હજાર ટોકન પેટે લેવામાં આવશે.

જણાવી દઈએ કે, લો ગાર્ડન પાસે આવેલી ફેમસ ખાઉગલી અમદાવાદની શાન ગણાતી હતી. હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશનના પાપે બંધ થયેલી આ ખાઉગલી ક્યારે શરૂ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X