અમદાવાદમાં અનરાધાર આફત, શહેર ફેરવાયુ બેટમાં, શાળા-કૉલેજો બંધ
શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે 2 વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો.
અમદાવાદઃ શહેરમાં રવિવારે સાંજે વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ વરસ્યો. સતત ચાર કલાક સુધી વરસાદ થયા બાદ મોડી રાતે 2 વાગે ફરીથી ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં વિસ્તારમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઈન્કમટેક્સ, આશ્રમ રોડમાં 14 ઈંચ, બોડકદેવ-વસ્ત્રાપુરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાઈ જતા બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.

પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો
શહેરમાં હાલમાં વરસાદ બંધ થયો છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી અમદાવાદના પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. દાણીલીમડામાં લગભગ તમામ સોસાયટીઓમાં ઘરોમાં કમર સુધીનુ પાણી છે. છેલ્લા 3 દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ થયો છે. નહેરુનગરથી માણેકબાગ સુધી પાણી ભરાઈ જતા બીઆરટીએસ રુટ પણ બંધ કરી દેવો પડ્યો છે.

શાળા અને કૉલેજોમાં આજે રજા
અમદાવાદમાં અતિ ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 19, 20, 21, 22 અને 23 નંબરના દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. વળી, મકરબા, પરિમલ, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરમાં ભારે વરસાદને લઈને વિકટ પરિસ્થિતિ સર્જાતા શાળા અને કૉલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શહેરની શાળાઓના શિક્ષકો અને આચાર્યો જોગ પત્ર મોકલ્યો હતો. સાવચેતીના ભાગ રુપે શાળા કૉલેજો બંધ રાખવા માટે આ નિર્ણય લેવાયો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધોધમાર વરસાદને પગલે બેઠકો
રવિવારે સાંજે શરુ થયેલા ધોધમાર વરસાદને પગલે મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમેશ મેરજા, સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટ પાલડી મુખ્ય કંટ્રોલ રુમમાં પહોંચ્યા હતા અને વરસાદની પરિસ્થિતિનો ચિતાર મેળવી અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી.
#WATCH | Gujarat: Waterlogging observed as heavy rain lashes Ahmedabad
— ANI (@ANI) July 10, 2022
Visuals from Anand Nagar Road (10.07) pic.twitter.com/Hy48iBfUD3
અમદાવાદમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો..#Gujarat pic.twitter.com/i5yoN4HAJy
— Gujarat Information (@InfoGujarat) July 10, 2022












Click it and Unblock the Notifications
