હવે અમદાવાદની હેસ્ટર બાયોલોજીકલ કંપની વેક્સીનનુ ઉત્પાદન કરશે
કોરોના સામેની લડાઇમાં ગુજરાત સતત આગળ પડતુ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં અમદાવાદમાં પણ વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે.
અમદાવાદ : કોરોના સામેની લડાઇમાં ગુજરાત સતત આગળ પડતુ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, ટૂંક સમયમાં અમદાવાદમાં પણ વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે. Hester Biological Company આ વેક્સિનનું પ્રોડક્શન કરશે.

હેસ્ટર બાયોલોજી કંપની વક્સીનનુ ઉત્પાદન કરશે. જેમાં 2 મહિનામાં વેક્સીનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે. આ અંગે હેસ્ટર બાયોલોજી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ શરૂ કર્યો છે. મનસુખ માંડવિયા ભારત બાયોટેક અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની મૂલાકાત પહોંચ્યા હતા.
આ પ્લાન્ટમાં બનેલી કોરોનાની વેક્સિન COVAXINની સૌપ્રથમ બેચને આજે રવિવારના રોજ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રિલીઝ કર્યો છે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ઇશ્વર પટેલ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
